Entertainment

બોલીવુડના આ પ્રખ્યાત કલાકાર દર વર્ષે કિન્નરો સાથે ધૂળેટી રમતા હતા

મુંબઈ: બોલિવૂડના શોમેન રાજ કપૂર ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ તેમની હોળીની ઘણી વાતો પ્રખ્યાત છે. ચાલો તમને આવી જ એક રસપ્રદ વાત જણાવીએ, જ્યારે રાજ કપૂર સેલેબ્સ સાથે હોળી પાર્ટી પૂરી કર્યા પછી વ્યંઢળો સાથે આ તહેવાર ઉજવતા હતા.

રાજ કપૂર દર વર્ષે વ્યંઢળો સાથે હોળી ઉજવતા હતા રાજ કપૂરને આ સમુદાયમાં અતૂટ વિશ્વાસ હતો. દર વર્ષે રાજ વ્યંઢળો સાથે હોળી રમતા, પાર્ટીને રંગો અને ગુલાલથી સજાવતા. એવું કહેવાય છે કે રાજ કપૂરને કિન્નર સમુદાયમાં એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ તેમની ફિલ્મોના ગીતોની મંજૂરી તેમની પાસેથી જ લેતા હતા. એ ગીતોને તેમની મંજૂરી પછી જ ફિલ્મોમાં સ્થાન મળતું. આવી જ એક વાર્તા 1985માં આવેલી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીની છે. રાજે વ્યંઢળોને પણ પોતાની ફિલ્મના ગીતો સાંભળવા મોકલ્યા હતા. એવું કહેવાય છે કે તમામ ગીતોને વ્યંઢળોએ મંજૂરી આપી હતી, પરંતુ તેમણે એક ગીતને નકારી કાઢ્યું હતું. તેમના અસ્વીકાર પર, રાજ કપૂરે સંગીતકાર રવિન્દ્ર જૈનને ફોન કર્યો અને તેમને બદલવા માટે કહ્યું હતું. ત્યાર બાદ સુન સાહિબા સુન ગીત રચાયું. વ્યંઢળોને સુન સાહિબા સુન ગીત સૌથી વધુ ગમ્યું હતું. આ ગીત પર બધાએ ડાન્સ કર્યો હતો.

વ્યંઢળોએ રાજ કપૂરને કહ્યું હતું, ‘જુઓ, આ ગીત વર્ષો સુધી ચાલશે અને એવું જ થયું’. ઈતિહાસ સાક્ષી છે કે આ ગીત ફિલ્મનું અને તે દાયકાનું સૌથી હિટ ગીત હતું. આજના યુગમાં પણ આ ગીત પર અનેક રિમિક્સ બનાવવામાં આવે છે. ઘણા લોકો રાજની આ માન્યતાને સમજવામાં નિષ્ફળ ગયા. તેને લાગતું હતું કે આ એક અંધશ્રદ્ધા છે, પરંતુ રાજ કપૂરની હિટ ફિલ્મો અને ગીતો દરેક વખતે તેનો વિશ્વાસ જીતી લેતા હતા. ફિલ્મ ક્રિટિક જયપ્રકાશ ચૌકસે હવે આ દુનિયામાં નથી. પરંતુ તેમના એક જૂના ઈન્ટરવ્યુમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે – બધા આરકે સ્ટુડિયોમાં ધૂળેટી રમ્યા બાદ જતા રહે ત્યાર પછી પણ રાજ કપૂર 4 વાગ્યે વ્યંઢળો સાથે પાર્ટીઓનું આયોજન કરતા હતા. વ્યંઢળો પોતે તેને મળવા આવતા, સ્ટુડિયોમાં નાચતા અને ગાતા અને હોળી ખૂબ રમતા. તેઓ રાજ કપૂરના ખાસ મહેમાન હતા. રાજ કપૂરે આ દુનિયા છોડીને આ યુગનો પણ અંત આવ્યો.

Most Popular

To Top