વડોદરા: હોળીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા બૂટલેગરો સક્રિય થયા છે. મોટી માત્રા દારૂ મંગાવ્યો છે. સાવલી તાલુકાના ઇન્દ્રાલ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને 58 હજારના વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી વિદેશી દારૂ,ત્રણ મોબાઇલ, બે વાહનો અને રોકડ રકમ મળી 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એસએમસીએ રેઇડ કરી જ્યારે મંજૂસર પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવી લીધો છે.
જેને લઇનો પોલીસ એક્શનમાં આવી છે. દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે સાવલી તાલુકાના ઇન્દ્રાલ ગામની સીમ વિસ્તારમાં તળાવના કિનારે ઝાડ નીચે ઝાડી ઝાખરામાં બૂટલેગરો દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એન બી ઝાલા તેમની ટીમના જવાનો સાથે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી બૂટલેગર નારાયણ ભઇલાલ ઠાકોર, લાલા રણછોડ રાઠોડિયા અને કોકિલા નારાયણ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે અનિલ પરમાર અને ધવલ ઉર્ફે મુન્નો જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસીની ટીમે વિદેશી દારૂ રૂા.58 હજાર, ત્રણ મોબાઇલ 15 હજાર, રોકડા 9 હજાર અને બે વાહનો રૂ.80 હજાર મળી કુલ 1.62 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મંજૂસર પોલીસ સોંપવામાં આવ્યો છે.
સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાંથી કંડકટર દારુ સાથે પકડ્યો
સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં હોળીના તહેવારને લઇને પેટ્રોલિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન સેન્ટ્રલ એસડી ડેપો તરફથી માહિતી મળી હતી કે એસટી બસનો કંડક્ટર વિદેશી દારૂનો બોટલો સાથે મળી આવ્યો છે. પીઆઇ આરજી જાડેજા સહિતનો સ્ટાફે સ્થળ પહોંચીને સંદિપ રમેશ વાળંદ (રહે ડાકોર એસટી ડેપો તા. ઠાસરા જિ. ખેડા મૂળ રહે, ગામ વગાસ ફળિયું તા.વિરપુર જિ. મહીસાગર)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા વલસાડથી ડાકોર તરફ જતો બસની કંડકડર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂ 6 હજાર અને એક મોબાઇલ મળી 9 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના બોક્સ અને ફોટો વોટ્સ અપ કર્યો
ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ એફ ચૌધરી અને પીએસઆઇ એ.વી.લંગાળીયાએ ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન બગીખાના પાછળ આવેલા રાજસ્થંભ સોસાયટી મકાન નંબર બી -189માં મળેલી બાતમીના આધારે રેઇડ કરી હતી. જેમાં મકાન પાસેથી ખુશાલ જેઠા પરમાર ઝડપાઇ ગયો હતો. ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયર મળી 14 હજારનો જથ્થો મળ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ખુસાલને નવાપુરા પોલીસને સોંપ્યો છે. ખુશાલ સામે અગાઉ ત્રણ ખૂનના કેસમાં પકડાયો હતો અને આજીવન કેદની સજા પણ થઇ હતી. મારામારી, પ્રોહિબિશન છેડતી સહિતના 13 ગુનો તેની સામિે નોંધાયે છે. જ્યારે સાત વખત પાસા થઇ ચૂકી છે.