વડોદરા: શહેરના વાતાવરણ મા અચાનક વાતાવરણ મા પલટો આવતા ભારે તેજ પવનો ફૂંકાતા મીની વાવાઝોડા ના દ્રશ્યો જોવા મળ્યા હતા.મીની વાવાઝોડા ના કારણે વાઘોડિયા રોડ પર આવેલ માનવ મંદિર સોસાયટી પાસે તેમજ લહેરીપુરા પદ્માવતી શોપિંગ પાસે અને રાજમહેલ રોડ સહિત અનેક જગ્યાએ ઝાડ પડી જતા ટ્રાફિક જામ થયા હતા. કેટલીય જગ્યા એ જાહેરાતો ના મોટા હોર્ડિંગ પણ ઢળી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની નો અહેવાલ હજુ સુધી જાણવા મળેલ નથી.
વડોદરાની આસપાસના વિસ્તારોમાં મીની વાવાઝોડાએ અચાનક દેખા દીધી હતી. તીવ્ર ગતિ સાથે પહેલા પવન ફૂંકાયો હતો. આને લીધે ખેતરોમાં ઉભા પાક જમીનદોસ્ત થઈ ગયા હતા.
વડોદરા ના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો મા પણ આ મીની વાવાઝોડા ની અસર જોવા મળી હતી ખેતરો મા કેળ, સહિત ના ઉભા મોલ ઢળી પડ્યા હતા. જયારે વિવિઘ પાકો ના હજારો છોડ નમી પડ્યા હતા. કાચા ઘરોના છાપરા પણ ઉડી ગયા હતા. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અુસાર પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે, જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત,વડોદરા સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે.