વડોદરા: ગુજરાતમાં અશાંત ઘારો અમલમાં હોવા છતાં વડોદરા શહેરમા અશાંત ધારાનો ભંગ કરી ને કેટલીય મિલ્કતો એકજ કોમ ના લોકો ને વેચી દેરવાનો કારસો વડોદરા મા ચાલે છે. જેમાં રાજકીય નેતાઓ, તેના મળેતીયા ઓ સરકારી અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી ને મિલ્કતો વેચી દેવાતી હોવાનું કહેવાય છે. આવો જ એક બનાવ યાકુતપુરામા આવેલી એક દુકાન અશાંત ધારા નો ભંગ કરી વેચી દેવાતા ભારે હોબાળો મચી ગયો હતો.
હિન્દુની પ્રોપર્ટી ઉંચા ભાવે ખરીદી આજુબાજુની પ્રોપર્ટીઓ સસ્તા ભાવે ખરીદતા માફિયાઓ પુનઃ સક્રિય થયા છે. પૌંઆવાળાની ગલીમાં ફરી હોબાળો થયો છે. પૌંઆવાળાની ગલીના નાકે આવેલી હીરાલાલ મોદીની દુકાન અશાંત ધારાનું ઉલ્લંઘન કરી પવનઅલી ઢોલકવાલાએ ખરીદતાં મામલો હાઇકૉર્ટમાં પહોંચી ગયો હતો પરંતુ સિંગલ બેંચે ઢોલકવાલાની તરફેણમાં ચુકાદો આપતાં આજુબાજુના રહીશોની એલપીએ સુનાવણી બાકી છતાં ઢોલકવાલાએ પેમ્ફ્લેટ વેચી દુકાન ખોલી હતી.
દુકાન ખોલતાં જ આજુબાજુના રહીશોના ટોળા એકત્ર થયા હતા અને કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થતાં પોલીસ આવી અને ઢોલકવાલાને સાથે લઇ ગઇ હતી. હિન્દુ હિતના રક્ષણ કાજે ભાજપના કાઉન્સિલરો સચિન પાટણવાડીયા-જેલમ ચોકસી-પૂર્વ કાઉન્સિલર મિનેશ શાગ પણ પૌંઆવાળાની ગલી પહોંચી ગયા હતા. આમ મામલો હજુ ગરમ છે ત્યારે અશાંત ધારાનો ભંગ કરી મિલ્કતો ખરીદી ને વેચાણ કરનાર કરાવનાર મૂળ ટોળકી ને શોધી કડક હાથે પગલાં ભરવાની
જરૂર ઉભી થઇ છે.