વડોદરા: મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલમા સોમાતળાવ વિસ્તારમાં રહેતીનું પરિવારમાં કોઇ ન હોવાથી એકલી ભાડેથી રહેતી હતી. દરમિયાન કપૂરાઇના એક શખ્સે યુવતીને નોકરીની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતિ મૂજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાની હાલમાં શહેરના સોમાતળાવ વિસ્તારમાં ભાડે રહેતી 22 વર્ષીય યુવતીના માતા-પિતા હયાત નથી. જેના કારણે યુવતી રોજગારી મેળવવા વડોદરા આવી હતી.
નોકરી પર રાખવા માટે ઘણી જગ્યાએ પુછપરછ કરતી રહેતી હતી. દરમિયાન યુવતીનો કપૂરાઇ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રિસંહ ડાભી સાથે સંપર્ક થયો હતો. જેથ તેણે પોતાની સંપૂર્ણ સમસ્યાની ધર્મેન્દ્રસિંહને આપવીતી કહી હતી. જેથી તે વ્યક્તિએ તેને મોબાઈલ શોપમાં નોકરી અપાવવાની લાલચ આપીને અજાણ્યાં સ્થળે ફરવા માટે લઇ ગયો હતો. આમ નોકરી માટે અવારનાવર યુવતીને બોલાવતો હતો. 15 દિવસ પહેલા તેને યુવતીને બોલાવી અને વાઘોડિયા રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ફર્નિચરના શોરૂમમાં પટાવીને લઇ ગયો હતો તેને સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.
પરંતુ યુવતીને મજબૂરી હોવાના કારણે તેણી ધર્મેન્દ્રસિંહ પર નોકરી અપાવશે તેવુ વિચાર બોલાવે ત્યારે જતી હતી. દરમિયાન ફરીવાર નરાધમે યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવીને 26 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સાડાના નવ વાગ્યાના અરસામાં આજવા રોડ પર કાન્હાહાઇટ્સની દુકાનમાં લઇ ગયો હતો અને તેની સાથે શરીરી સંબંધ બાંધ્યો હતો. જેથી યુવતીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજારનાર ધર્મેન્દ્રસિંહ ડાભીની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જ્યારે યુવતીને મેડિકલ કરાવી લેવાયું છે.
આત્મહત્યા કરતી યુવતીને અભયમે સમજાવી
આજવા રોડ પરની દુકાનમાં રાત્રીના સમયે યુવતી પર શરીર સંબંધ બાંધ્યા બાદ તેને પોતાની બાઇક પર બેસાડી અધવચ્ચે છોડી ભાગી ગયો હતો. જેથી યુવતીએ 181 પર ફોન કરીને મને જીવવા જેવું નથી તેમ કહ્યું હતું પોતાની સાથે બનેલી ઘટના અંગે જણાવી હતી. જેથી આત્મહત્યા કરવા જાઉ છે જેથી અભયમ ટીમે તાત્કાલિક દોડી આવીને તેને આશ્વાશન આપી આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી છે.
સૌરાષ્ટ્ર ફર્નિચર અને કાન્હા હાઇટ્સની દુકાનના સંચાલકની પણ પૂછપરછ કરાશે
15 દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ ડાભીએ યુવતીને સૌરાષ્ટ્ર ફર્નિચરમાં લઇને જઇને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આજવા રોડ પરના કાન્હા હાઇટ્સની દુકાનમાં લઇને જઇને બળાત્કાર ગુજાર્યું હતું.જેથી પોલીસ દ્વારા બંને મિલકતના સંચાલકની પોલીસ દ્વારા પૂછપરછ કરાશે.