Madhya Gujarat

ભાદર ડેમની દિવાલ ધરાશાઇ થતાં 12 ગામમાં પૂરની ભીતિથી ફફડાટ

વિરપુર, ખાનપુર: મહિસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં ભાદર નદી પર બનવવામાં આવેલ ભાદર ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા ખાનપુરના ગ્રામજનો ચિંતિત ભાદર ડેમમાં હાલ અંદાજિત 50 ટકા કરતા વધારે પાણી સંગ્રહિત છે ત્યારે દીવાલ ધરાશાઈ થતાં લોકોના જીવ તાળવે ચોંટયા છે. જો ડેમને કોઈ નુકશાન થાય તો એક તરફ ખાનપુરના 12 ગામો બેટમાં ફેરવાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે બીજી તરફ આકરા ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલ કે જેની લંબાઈ 41 કિલોમીટર છે. આ કેનાલ મારફતે ખાનપુર, વિરપુર અને લુણાવાડા તાલુકાને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. આ કેનાલનો કમાન્ડ વિસ્તાર છ હજાર હેકટર જમીન છે. આ તમામ જમીન ભાદર ડેમમાંથી નીકળતી ભાદર કેનાલ મારફતે પિયત થાય છે, અને આ કેનાલનો અંત જિલ્લાના વરધરી પાસે આવેલ સ્વરુપ સાગર તળાવમાં થાય છે. અને આ તળાવ જિલ્લાનું સૌથી મોટું તળાવ છે. ત્યારે આ ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા લોકોમાં આફતના વાદળા બંધાયા છે. ભાદર ડેમની સાઈડ દીવાલ અચાનક ધરાસાય થતા ખાનપુર તાલુકામાં ચિંતાનો માહોલ છે. ત્યારે દીવાલ તૂટતા ડેમની સુરક્ષાને લઈ ને પણ લોકો ચિંતિત છે કે જો ડેમને કોઈ અસર થાય તો ખાનપુરના 12 ગામો બેટમાં ફેરવાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Most Popular

To Top