Gujarat

ગુજરાતી ભાષા સાથેની 55 સ્થાનિક બોલીઓના વિકસાવવા ખાસ જોઈવાઈ કરવી – અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર: દેશની આઝાદી બાદ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને અન્ય નેતાઓએ (Leader) દરેક સ્થાનિક ભાષાને મહત્વ આપ્યુ જેના કારણે આ દેશ એકજુટ રહી શક્યો, જે બાબતને ધ્યાનમાં રાખી વર્તમાન સરકારે પણ કોઈ એક ભાષાને બધા પ્રાંતો ઉપર થોપવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. ગુજરાતી ભાષાના (Gujarati Language) મહાન સાહિત્યનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવાનો પ્રયત્ન ના થયો તે મોટી ખોટ રહી ગઈ છે. ગુજરાતી ભાષાની સાથે જે ૫૫ જેટલી સ્થાનિક બોલીઓ છે તેને સાચવવા અને વિકસાવવા ખાસ જોઈગાઈ કરવી જોઈએ, તેવું વિધાસભામાં રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા “ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધયક-૨૦૨૩” ને સમર્થન આપતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

“ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધયક-૨૦૨૩” ને સમર્થન આપી કેટલાક સુચનો પણ રજુ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં હોવુ જ જોઈએ, પરંતુ આ કાર્યમાં આપણે બારી તુટીને દરવવાજો થઈ ગઈ એટલે વિલંબ કર્યો છે. આજે મને ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી મગનલાલ પણ યાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાતી ભાષા અને માતૃભાષામા જ શિક્ષણના હિમાયતી શિક્ષણ મંત્રીને કારણે ગુજરાતીમા ભણવા એટલે મગન માધ્યમ એમ કહેવાતુ. સરકારે માતૃભાષાથી આગળ વધીને પોરબંદરના મહેર-ખારવા, જામનગર-ઓખા મંડળના વાઘેર-ગઢવી, સિંધી, કચ્છીઓની અને આદિવાસીઓ સહિત આપણી ૫૫ બોલીઓને સાચવવા અને વિકસાવવા માટે ખાસ જોઈગાઈ કરવી જોઈએ, તેમજ આ બોલીઓને પણ વિષય તરીકે બાળકોને ભણાવવો જોઈએ.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી બાદ મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓએ દરેક સ્થાનિક ભાષાને મહત્વ આપ્યુ જેના કારણે આ દેશ એકજુટ રહી શક્યો, જે બાબતને ધ્યાનમાં રાખી વર્તમાન સરકારે પણ કોઈ એક ભાષાને બધા પ્રાંતો ઉપર થોપવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવાનો પ્રયત્ન ના થયો તે મોટી ખોટ રહી ગઈ છે.

ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, પન્નાલાલ પટેલ જેવા અનેક ગ્રામિણ સાહિત્યકારો છે, જેમની કૃતિઓનું અન્ય ભાષાઓમાં અનુવાદ થયુ હોત તો તેઓ પણ નોબલ પ્રાઈઝ નોમીનેશન સુધી પહોંચ્યા હોત. એટલુ જ નહી, વર્તમાન સમયમાં પણ ગુજરાતી ભાષાનું અંગેજી કે અન્ય ભાષાઓમાં અનુવાદ કરી શકે તેવા નિષ્ણાંત અનુવાદકોની ભારે ઉણપ જોવા મળી રહી છે. જેથી સરકારે અનુવાદકોને પ્રોત્સાહન આપી આ ક્ષેત્રે વિકાસ થાય તે માટે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ ગુજરાતી ભાષાનો જોડણી કોષ બનાવ્યો. આ ઉપરાંત ગોંડલના મહારાજા ભગવતસિંહએ “ભગવદગોમંડળ”શબ્દ કોષની રચના કરાવી. જો કે ત્યાર બાદ ગુજરાતી ભાષાના શબ્દકોષ સંવર્ધન માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં નથી આવ્યા. ત્યારે ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બને તે માટે સરકારે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે.

Most Popular

To Top