Charchapatra

શૈક્ષણિક ક્ષેત્રે પણ ભારતમાં પોલંપોલ

1994માં યુનિટી ગ્રાન્ટસ કમિશન તરફથી એનએએસી (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન)ની એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક દ્વારા કોલેજ અને યુનિટીનો અભ્યાસક્રમ, શૈક્ષિણક વ્યવસ્થા, રીસર્ચ, ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, શિક્ષણ માટેનાં સાધનો, ગવર્નન્સ (શાસન પ્રથા), લીડરશીપ વગેરેનું એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્રિય શિક્ષણ વિભાગના અહેવાલ મુજબ દેશમાં 695 યુનિટી અને 34734 કોલેજો નેકની માન્યતા વગર ચાલી રહી છે. ભારતમાં યુજીસીની માન્યતા મળી હોય એવી 1113 યુનિટીમાંથી 418 યુનિટીને જ નેક તરફથી ગ્રેડ મળ્યો છે.

695 યુનિટી નેકના મૂલ્યાંકન વગર કાર્યરત છે. તે જ પ્રમાણે યુજીસીની માન્યતા પ્રાપ્ત થયેલી 43796 કોલેજોમાંથી માત્ર 9062 કોલેજો જ નેક ગ્રેડ ધરાવે છે જયારે 34734 કોલેજો નેકની માન્યતા વગર ચાલી રહી છે. નેકના જૂન 2022ના રીપોર્ટ મુજબ ગુજરાતમાં હાલ 100 યુનિવર્સિટી છે. તેમાંથી માત્ર 23 યુનિટી જ નેકની માન્યતા ધરાવે છે. ગુજરાતમાં 2000થી પણ વધુ કોલેજો છે. પણ તેમાંથી માત્ર 492 કોલેજો જ નેકની માન્યતા ધરાવે છે. આમ ગુજરાતની નેક માટે લાયક યુનિઓમાંથી લગભગ 60 ટકા યુનિઓ પાસે નેકની માન્યતા નથી અને કોલેજોમાં 70 ટકા કોલેજો પાસે નેકની માન્યતા નથી.

આનંદ અને ગર્વની વાત છે કે 2022માં સુરતની પી.ટી. સાયન્સ કોલેજને એ પ્લસ ગ્રેડ મળ્યો હતો. ભારતમાં વિશ્વમાં પ્રથમ એવી તક્ષશીલા અને નાલંદા યુનિવર્સિટીઓની સ્થાપના થયેલી હતી અને એટલી જ દુ:ખની વાત છે કે વિશ્વની પ્રથમ100 યુનિટીમાં ભારતની એક પણ યુનિટી સ્થાન ધરાવતી નથી. જો દેશનો વિકાસ કરવો હોય તો દેશમાં શૈક્ષણિક વ્યવસ્થા ઉચ્ચ કક્ષાની હોવી જોઇએ અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્તર પણ ઉચ્ચ કક્ષાનું હોવું જોઇએ. શું આ શકય થશે?
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પ્રકૃતિ જ ઈશ્વરનો આધારકાર્ડ
ભગવાન ઈશ્વર પરમાત્મા કંઈ પણ કહો તેના અસ્તિત્વ અંગે, અનેક તર્ક વિર્તકો ચાલતા રહે છે. દિનેશભાઈ પાંચાલે તેમની કોલમમાં અનેક તર્કો આપી પૂ:ન ચર્ચા છેડી છે. પરંતુ તેમનાં લેખનુ મૂખડું જ ઈશ્વરનાં અસ્તિત્વ અંગે ઘણું બધુ કહી જાય છે. પ્રકૃતિ : ઈશ્વરનો આધાર કાર્ડ ઈશ્વરને સદેહે પામવા કરતાં પણ પ્રકૃતિ સ્વરૂપે જ ઓળખવા મથામણ કરવી રહી. માણસ મનુષ્યતાને સુખ-સમૃદ્ધ બનાવવા અનેક સંશોધનો કરતો આવ્યો છે એટલા માત્રથી ઈશ્વરના ઈન્કાર સુધીનાં નિર્ણયે પહોંચી જવું યોગ્ય ખરૂ ? માણસ જે કંઈ સંશોધનો કર્યા તે પ્રકૃતિનાં સાથ વિના શક્ય ખરૂ ? પ્રકૃતિમાં રહેલા તત્વોની મદદ થકી જ માણસ કંઈ પણ સંશોધન કે શોધ કરી શકે છે.

પ્રકૃતિમાં રહેલા તત્વોને શોધી તેમને પરસ્પર જોડી માણસ કંઈક ને કંઈ સાધી શકે છે. પ્રકૃતિમાં રહેલા તત્વોને શોધી તેમને પરસ્પર જોડી માણસ કંઈકને કંઈ સાધી શકે છે. આથી પ્રકૃતિમાં રહેલા તત્વો કે એક કણ પણ હજી માણસ બનાવી શકયો નથી માટે માણસ માત્ર શોધક સંશોધક જ છે તે રચનાકાર હોય શકે નહી માટે ઈશ્વર-પરમાત્મા કે ભગવાનની અનુભૂતિ પામવી હોય તો પ્રકૃતિ જ ઈશ્વરનો આધાર કાર્ડ છે. બાકી સંદેહ ઈશ્વરને પામવાની મથામણ કરવા કરતાં પ્રકૃતિમાં જ પરમાત્માની અનુભૂતિ પામવી રહી.
નવસારી  – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top