Vadodara

મંજુસર પાસેથી રૂ.1.63 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે શખ્સ ઝડપાયાં

વડોદરા : વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી દુમાડ ચોકડી થઇ મંજુસર તરફ જતા ટેમ્પા અને તેનું પાઇલોટિંગ કરતા બાઇકને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 1.63 લાખનો દારૂ, ટેમ્પો 6 લાખ,બાઇક,બે મોબાઇલ અને રોકડ રકમ મળી 8.26 લાખના મુદ્દામાલ સાથે બંને ચાલકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સોંપાયો છે. વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શનિવારે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ટીમના અ.પો. હરિશચંદ્રસિહ નટવરસિંહને બાતમી મળી હતી કે એક અશોક લેલન ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી દુમાડ ચોકડી થઇ મંજુસર તરફ જવાનો છે. જ્યારે એક બાઇક ચાલક ટેમ્પાની આગળ પાઇલોટિંગ કરી રહ્યો છે.

જેના આધારે એલસીબી પીઆઇ કે એ પટેલ સહિત ટીમના જવાનોએ વડોદરા સાવલી રોડ પર મંજુસર ગામની સીમમાં સોલેક પાર્ક કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી દરમિયાન બાતમી મુજબ બાઇક અને ટેમ્પો આવતા બંને પોલીસે સાઇડમાં લેવડાવી ઉભા રખાવ્યા બાદ બાઇક અને ટેમ્પો ચાલકને સાથે રાખીને તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી દિનેશચંદ્ર પુનારામ મેવાડા (હાલ રહે, અમદાવાદ શહેર  મૂળ રાજસ્થાન) અને રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત (હાલ રહે આસોજ જલારામનગર તા.જિ. વડોદરા મૂળ રહે. રાજસ્થાન)નુ્ હોવાના જણાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. વિદેશી દારૂ જથ્થો રૂ. 1.63 લાખ ગાડી, રૂ. 6 લાખ, બાઇક રૂ. 30 હજાર, બે મોબાઇલ રૂ.10 હજાર અને રોકડા રૂ.22 હજાર મળી 6.26 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top