Sports

ટેસ્ટ સિરિઝ વચ્ચે બાબાના દર્શન લેવા રાહુલ અને આથિયા મહાકાલ મંદિર પહોંચ્યા

નવી દિલ્હી: કેએલ રાહુલ (KL Rahul) સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને ટીમ ઈન્ડિયામાં (Team India) તેની જગ્યાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રાહુલના ખરાબ પરફોમન્સ કારણથી બીસીસીઆઈએ (BCCI) ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ મેચમાંથી વાઇસ કેપ્ટનશિપની જવાબદારી છીનવી લીધી છે.રાહુલ દ્રવિડ, રોહિત શર્માએ કેએલ રાહુલનો બચાવ કર્યો છે અને તેમનામાં વિશ્વાસ રાખવાની વાત કરી છે. બીજી તરફ ઘણાં પૂર્વ ક્રિકેટરો સતત માંગ કરી રહ્યા છે કે કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક આપવામાં આવે.

ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ કેએલ રાહુલ પાસે જે વાઈસ કેપ્ટનશીપ છે તેની સામે વાંઘો નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પણ તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. હરભજન સિંહ જેવા ખેલાડીઓએ તેના સ્થાને શુભમન ગિલને તક આપવાની માંગ ઉઠાવી છે. જણાવી દઈએ કે હાલ શુભમન ગિલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તેણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ જીતી ચૂક્યો છે. હાલ બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ મેચમાંથી વાઇસ કેપ્ટનશિપની જવાબદારી કેએલ રાહુલ પાસેથી છીનવી લીધા પછી આ પદ કોને મળશે તે અંગે આ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઘરેલું ટેસ્ટ સિરીઝમાં વાઇસ-કેપ્ટનનું પદ ન હોવું જોઈએ, કારણ કે જો ટીમના ડેપ્યુટી લીડર ફોર્મમાં ન હોય તો તે ખરાબ અસર કરે છે.

કેએલ રાહુલ અને આથિયા બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા
હવે જયારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે દરમિયાન ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી ગયા છે. તેની સાથે તેની પત્ની આથિયા શેટ્ટી પણ હતી. ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાવાની છે અને ઉજ્જૈન ઈન્દોરથી માત્ર 55 કિલોમીટર દૂર છે તેથી બાબાના દર્શન લેવા તેમજ મળેલી તકનો લાભ લેવા માટે રાહુલ અને તેની પત્ની બાબાના ઘામ પહોંચી ગયા હતા.

Most Popular

To Top