સુરત : શહેરના પૂણાગામ વિસ્તારના એક મેડિકલ સ્ટોરમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગ બાજુમાં જ આવેલી હોસ્પિટલમાં પણ પ્રસરી ગઈ હતી. જેને કારણે ત્યાં હાજર સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હતો. જેથી તે પણ ભાગીને બહાર નીકળી હતો. ઘટનાની ગંભીરતા જાણી તુરંત જ ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી અને જોકે સદનસીબે આ બનાવમાં કઈ જાનહાની થવા પામી ન હતી.
- હોસ્પિટલમાં આગ પ્રસરતા દર્દી અને સ્ટાફ બહાર નીકળી જતા મોટી ઘાત ટળી
સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ પૂણાગામ સીતાનગર ખાતે એક મેડીકલ સ્ટોરમાં વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગ મેડિકલ સ્ટોરમાં ફેલાઈ ગઈ હતી. સાથો સાથ ત્યાં જ આવેલી એન.એક્સ. હોસ્પિટલની અંદર પણ પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા પૂણાગામ અને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો કરી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગને કારણે મેડિકલ સ્ટોરની અંદર દવાનો જથ્થો સહીત અન્ય સરસામાન બળી ગયો હતો. જ્યારે હોસ્પિટલની અંદર એક જ દર્દી હતો. તે જાતે જ સહીસલામત બાહર નીકળી ગયો અને સ્ટાફ પણ બાહર નીકળી ગયો હતો. જેથી આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અલથાણ કેશવ હાઇટ્સમાં ઓચિંતી આગ લાગતા ભાગદોડ મચી
સુરત: અલથાણ કેનાલ રોડ સ્થિત કેશવ હાઇટ્સમાં ઓચિંતી આગ લાગી હતી. જેને ભાગદોડ મચી ગઈ હતી. આ બાબતની જાણ ફાયર બ્રિગ્રેડ દોડતું થઈ ગયું હતું. જો કે, આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારની મોડી રાતે ફાયર બ્રિગ્રેડને ફોન આવ્યો હતો. એમાં જણાવ્યું હતું કે અલથાણ કેનાલ રોડ પાસે સાલીગ્રામ હાઇટ્સની પાછળ કેશવ હાઇટ્સ આવ્યું છે. જ્યાં આગ લાગી ગઈ છે. આમ, ફોનથી જાણ થતા જ તાત્કાલિક ફારય બ્રિગ્રેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેમણે તાત્કાલિક આગ પાણીનો મારો ચલવીને આગને ઓલવી નાંખી હતી. જો કે, આ આગમાં કોઈ પણ પ્રકારની જાન હાની નહીં થયા હોવાનું જાણવામાં આવ્યું છે. ઉપરાંત કયા કારણોથી લાગી તે પણ માહિતી ફાયર બ્રિગ્રેડને જાણવા મળી ના હતી.