SURAT

રોજ આ ફ્લાઈટ સુરત એરપોર્ટની ઉપર ગોળ ગોળ ફર્યા કરે છે

સુરત: છેલ્લાં લગભગ ત્રણેક દિવસથી સુરત એરપોર્ટની ઉપર આકાશમાં એક ફ્લાઈટ ગોળ ગોળ ફરતી જોવા મળે છે. ખરેખર આ ઈન્ડિગોની દિલ્હી-સુરતની ફ્લાઈટ છે. મોર્નિંગ શિડ્યુલની આ ફ્લાઈટને ભરઉનાળે સુરતના આકાશમાં ધુમ્મસ નડી રહ્યું છે. તેથી ફ્લાઈટને સમયસર સુરત એરપોર્ટ પર લેન્ડ કરી શકાતી નથી અને લાંબો સમય સુધી ફ્લાઈટ સુરતના આકાશમાં ગોળ ગોળ ફર્યા કરે છે.

  • ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટને સતત ત્રીજા દિવસે સુરતના આકાશમાં ચકરાવો લેવો પડ્યો
  • શુક્રવારે પણ ધુમ્મસને લીધે એટીસીએ લેન્ડિંગ ક્લિયરન્સ ન આપતાં સવારે 7 કલાકે આવી પહોંચેલી ફ્લાઇટને 20 મિનિટ સુધી લેન્ડિંગ માટે ઉતરી ન શકી

સુરત એરપોર્ટ પર રન-વે એરિયામાં ઓછી વિઝિબિલિટીને લીધે સતત ત્રીજા દિવસે ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હી-સુરત ફ્લાઈટ સુરતના આકાશમાં બે ચક્કર લગાવી 20 મિનિટ મોડી લેન્ડ થઈ હતી. બુધવારે આ ફ્લાઇટને મુંબઇ એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. બે કલાક મુંબઇ રોકાયા પછી વિઝિબિલિટી સ્પષ્ટ થતાં ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. શુક્રવારે પણ ધુમ્મસને લીધે એટીસીએ લેન્ડિંગ ક્લિયરન્સ ન આપતાં સવારે 7 કલાકે આવી પહોંચેલી ફ્લાઇટને 20 મિનિટ સુરતના આકાશમાં ચકરાવો લેવો પડ્યો હતો.

બેંગકોક-સુરત ફ્લાઈટ માટે અમે તત્પર છીએ: સુપત્રા સર્વેનગશ્રી
ચેમ્બરના ફૂડ એન્ડ એગ્રી એક્ઝિબિશનમાં ભાગ લેવા સુરત આવેલા થાઈલેન્ડ સરકારના વાણિજ્ય મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશનના હેડ સુપત્રા સર્વેનગશ્રીએ કહ્યું હતું કે, થાઈ એરવેઝ અમદાવાદ-બેન્કોક ફ્લાઈટ પછી સુરત-બેંગકોક ફ્લાઈટ માટે ઇચ્છુક છે. સુરત સાથે જેમ્સ એન્ડ જ્વેલરી, ફિશરીઝ અને ટુરિઝમને લગતો સીધો વેપાર ચાલે છે. થાઈ એરવેઝ સુરત ફ્લાઈટ શરૂ કરે એ માટે ભારત સરકારે બાયલેટરલ કરાર કરવા જોઈએ. બંને દેશોએ એકસમાન રસ દાખવવો પડશે. થાઈ એરવેઝ સાથે જો કોઈ ભારતીય એરલાઈન્સનું જોડાણ હોય તો એ રીતે પણ બેંગકોકની ફ્લાઇટ મળી શકે. અમે સુરત સાથે વેપાર કરવા તત્પર છીએ. થાઈ એમ્બેસેડર સુરત સાથે કનેક્ટેડ ફ્લાઇટ શરૂ કરવા તત્પર છે. તેમણે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ સાથેની મિટિંગમાં અગાઉ જણાવ્યું હતું કે, ભારત સરકાર બાય લેટરલ કરાર માટે રસ દાખવીને સુરતનો એમાં સમાવેશ કરે.

Most Popular

To Top