Vadodara

અનાજની કીટના નામે પિયુષ પ્રજાપતિએ લોકોના 42 લાખ ખંખેર્યાં

વડોદરા: અટલાદરાના નારાયણવાડી વિસ્તારમાં ભાડે ઓફિસ રાખીને અનાજની 33 વસ્તુની કીટનું 2500 રૂપિયા વિતરણ કરાશે તેમ કહી 1700 ગ્રાહકો પાસેથ 42 લાખ પડાવી લીધા હતા. જેમાંથી વધુ એક માંજલપુરના ગ્રાહકે રૂપિય પરત નહી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને કોરોના ટેસ્ટ કરાવી લીધો છે. શનિવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માંજલપુર વિસ્તારની સુરેશનગર-1 સોસાયટીમાં રહેતા જયદીપ વિક્રમસિંહ રાઠોડ (ઉં.વ.26)નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા પહેલા તેમના મામા ગણપતસિંહ ચૌહાણ દ્વાર જાણવા મળ્યું હતું કે શહેરની નારાયણ વાડી શિવમ ટેનામેન્ટમાં આવેલી ઓફિસમાં સિટી ગ્રૂપ દ્વારા ગરીબ પરિવારો તેમજ વિધવા બહેનોને 2500 રૂપિયામાં કરીયાણાની 33 વસ્તુ 12 મહિના સુધી અપાય છે. જેનો સોશિયલ મીડિયા દ્વારા તેમના ફોટો આવ્યો હતો.

જેમાં લખેલા નંબર ફોન કરતા તેમને બોલાવતા તેઓ નારાયણવાડી અટલાદરાખાતેની ઓફિસ નંબપ બી -07માં ગયા હતા. જ્યાં તેમને પિયુષ પ્રજાપતિને મળતા તેમણે જણાવ્યું હતું કે 2500 રૂપિયા ભરો 33 વસ્તુ ફોર્મ ભર્યાની તારીખથી 45 દિવસમાં વિતરણ કરાશે. ત્યારબાદ દર મહિને રેગ્યલુર એક વર્ષ સુધી કરીયાણીની વસ્તુઓ વિતરણ કરવામાં આવશે.તેઓએ રોકડા રૂપિયા આપતા એક કાર્ડ પર ફોટો ચોટાડી સહી કરાવી હતી અને તેમની પાસે રાખ્યું હતું. 23 ફેબ્રુઆરીના રોજ સવારે તેમન મામાનો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે રેશનકીટ માટે 2500 રૂપિયા ભર્યા છે તે ફ્રોડ છે અને તેઓ છેતરપિંડી કરે છે.

જેથી તેઓ ઓફિસે ગયા ગયા જ્યાં બસ્સો લોકોનુંટોળું હતું પિયુષ પ્રજાપતિે ત્યાં આવી હાલમાં મારી પાસે રૂપિયા નથી તેવું કહ્યું હતુ. જેથી યુવકે માંજલપુર પોલીસમાં પિુયષ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે. આમ પિયુષ પ્રજાપતિએ શહેરમાં અલગ વિસ્તારમાંથી 1700 જેટલા ગ્રાહકો પાસેથી રૂપિયા અનાજની કિટનું વિતરણ કરવાનું કહીને 2500 લેખે 42 લાખ લાખ પડાવી છેતરપિંડી કરી હતી. પોલીસે પિયુષ પ્રજાપતિની અટકાયત કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top