વડોદરા: વડોદરા ના સરદાર એસ્ટેટ પાછળ પી. એમ. મોદી આવ્યા ત્યારે નવિન રોડ અને લાઈટોની સુવિધા આ વિસ્તારના લોકોને મળી હતી. રોડ ટકાટક બની ગયા હતા પણ છેલ્લા ચાર મહિના થી ગટર લાઈનની કામગીરી પૂર્ણ કરી છતાં પણ એક સાઈડનો રોડ બંધ છે. રોડ મરામતની કામગીરી બાકી છે.આટલા સમયથી બંધ રોડ હોવાથી આ વિસ્તાર ના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરી ને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે એક તરફનો રોડ ચાલુ હોવાથી ગમે ત્યારે અક્સ્માતનો ભય જોવા મળી રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પણ વારંવાર જોવા મળે છે ત્યારે લોકોનું કહેવું છે પાલિકાનું અંધેર તંત્ર રોડ નહીં બનાવે હવે મોદી ફરી મોદી આવશે ત્યારે જ રોડ બનશે. આમ હવે આ બંધ પડેલો રોડ મોદી આવવાની રાહ જોઈને બેઠો છે. વડોદરા પાલિકાનું તંત્ર આ રોડનું કામ જલ્દી પૂરું કરે તેવી લોકલાગણી ઉભી થઇ છે.
સરદાર એસ્ટેટની એક સાઈડનો બંધ રોડ શું મોદીના આવવાની રાહ જુએ છે?
By
Posted on