વડોદરા : પદમલા ગામની મિનિ નદીના બ્રિજ નીચેથી હત્યા કરાયેલી યુપીની મહિલાના મર્ડરનો ભેદ ઉકેલી દેવાયો છે. મહિલાએ બે યુવકો સાથે પ્રેમ સંબંધ બાંધ્યાની જાણ થઇ જતા બંને પ્રેમીઓએ જ વેલેન્ટાઇન ડેના દિવસે રાત્રે તેનું ગળુ દબાવીને હત્યા કરી લાશને ઢસડીને બ્રિજ નીચે ફેંકી દીધી હતી. પોલીસે હત્યા કરનારા બંને પ્રેમીની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પાસેથી મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહિલાના મોબાઈલની તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પદમલા ગામના જૈન મંદિર પાસે આવેલા મિનિ નદીના બ્રિજ નીચે એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હોવાની માહિતી મળતા છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટમાં મહિલાને મોઢા પર મુક્કા મારી ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી છાણી પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જેમાં મહિલાનું નામ ચમેલી ધાસિયા (સોનભદ્રા યુપી) રણોલી રેલવે ફાટક પાસે આવેલી ડાહ્યાભાઇની ચાલીમાં છેલ્લા બે ત્રણ મહિનાથી અજય યાદવ નામના યુવક સાથે રહેતી હતી.
પરંતુ ઘટન બન્યા ચાર દિવસ પહેલા લગ્નનું માગું આવ્યું હોવાથી અજય પોતાના વતન ગયો હતો. જ્યારે જ્યારે અજય યાદવ વતન જતો હતો ત્યારે ચમેલી પાડોશમાં રહેતા ઉદય શુક્લા સાથે પ્રેમ સંબંધ રાખતી હતી.જેથી બંને ચમેલીની હત્યા કર્યા બાદ યાદવ અને ઉદય શુક્લા થઈ ગયા હતા. જેમાં અજય યાદવ લોકેશન ટેસ્ટ કરતા યુપીના સોનભદ્ર જિલ્લાનું મળી આવ્યું હતું. જેથી છાણી પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ મીટર પ્રતિ યાદોને ઝડપી પાડવા માટે યુપી રવાના થઈ હતી. જ્યાંથી અજય યાદવને દબોચી લીધા બાદ વડોદરા લઈ આવી કડકાઇથી પૂછપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા.
તેણે કબૂલ્યું હતું કે મૂળ યુપીની ચમેલી ધાસીયા સાથે વતનમાં પ્રેમ થયો હતો અને રણોલી ચાલમાં છેલ્લા બે ત્રણ માસથી લેવા માટે આવ્યા હતા પરંતુ હું વતન ગયો હતો ત્યારે જમી લઈએ ચાલીમાં રહેતા ઉદયરાજ શુક્લા સાથે પ્રેમ સંબંધ બાંધી દીધા હતા. ત્યારબાદ ચમેલી ઉદય રાજની પત્ની તરીકે રહેવા માંગતી હતી તેમજ અજય યાદવનું પણ લગ્ન નક્કી થઇ ગયું હતું. જેથી લગ્ન જીવનમાં ચમેલી આડખીલીરૂપ બને તેમ હોવાથી બંને જણાને મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પદમલા મીનીબ્રિજ નીચે લઈ જઈ ઘણું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બુધવારે છાણી પોલીસે અજય કિસ્મત યાદવ (ઉં.વ. 25 રહે રણોલી મૂળ મહુઆરિયા ગામ પોસ્ટ મહુલી વિન્ડમગંજ થાના ફુલવાર તા. દૂધી જિ. સોનભદ્ર ઉતરપ્રદેશ અને ઉદયરાજ શ્રીશિવરામ શુક્લા (ઉં.વ.23 બેસતી થાના ઇમલીયા તા.જિ. સીતાપુરા હાલ રહે ડાહ્યાભાઇ દરૂભાઇની ચાલી રણોલી રેલવેસ સ્ટેશન પાસે વડોદરા )ની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
3 સંતાન છતાં ચમેલીએ બે પુરુષ સાથે સંબંધ બાંધ્યા
ચમેલીમાં ત્રણ સંતાન થયા હતા પરંતુ પતિ સાથે નહીં ફાવતા તેની સાથે રહેતી ન હતી અને વતન આવી ગઈ હતી જેથી તેનો પતિ પત્ની થી અલગ નાગપુરમાં નોકરી કરે છે જ્યારે તેના ત્રણ સંતાનો દાદા દાદી સાથે રહે છે. રણોલી આવ્યા બાદ અન્ય બે પુરુષ સાથે સંબંધ બાંધે હતા.
9 માર્ચે અજયના લગ્ન નક્કી થયા હતા
મૂળ યુપીનાે અજય કિસ્મત યાદવ ડ્રાઇવર હતો અને પોતાના પ્રેમિકા ચેમીલ સાથે રણોલી રેલવે ફાટક પાસે રહેતો હતો. અજયના પરિવાર દ્વારા તેના લગ્ન 9 મી માર્ચના રોજ નક્કી કર્યા હતા. પરંતુ લગ્નના સાત ફેરા ફરે તે પહેલા તેને પ્રેમિકાની હત્યા કરતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.