Gujarat

મહીસાગરમાં ગોઝારી દુર્ઘટના : લગ્નમાં જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકયો 8ના મોત અનેક ઘાયલ

અમદાવાદ : બુધવારે લગ્નના જાનૈયાઓથી ભરેલો ટેમ્પો (Tempo) મહીસાગર (Mahisagar) જિલ્લામાં એક ખાડીમાં ખાબકી ગયો હતો જેને કારણે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જાનને આ અકસ્માત લુણાવડા (Lunavada) નજીક નડ્યો છે. અચાનક જ ખાડીમાં ખાબક્યો હતો. જેને કારણે 8 લોકોના કરૂણ મોત (Death) નિપજ્યાં છે. જયારે ટેમ્પોમાં સવાર અન્ય 22 જેટલા લોકો ઇજા ગ્રસ્ત (Injured) થયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગેલ રાહતકાર્યની ટીમ તુરંત ઘટના સથળે પહોંચી ગઈ હતી ઘાયલોને એબ્યુલન્સ મારફેતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

  • બુધવારે મહીસાગર જિલ્લામાં એક ખાડીમાં ખબકેલાં એક ટેમ્પોમાં 8ના મોત
  • જાનૈયાઓથી ભરેલો ટેમ્પોમાં સવાર અન્ય 22 લકોને પણ ઇજાઓ પહોંચી છે
  • ઘાયલોને એબ્યુલન્સ મારફેતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા

રાહત કાર્ય અને પોલીસની ટીમ દોડી આવી હતી
બુધવારે ઘટેલા આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મહીસાગરના લુણાવાડા નજીક જાનૈયાઓને અકસ્માત નડ્યો છે. આ જાનૈયાઓને લગ્નમાં લઇ જઈ રહેલો ટેમ્પો અચાનક ખાડીમાં ખાબક્યો છે. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવારમાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સૂચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ,રાહત કાર્યની ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.

દુર્ઘટનામાં 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
આ દુર્ઘટનામાં 8 જણાના ઘટના સ્થળ ઉપર મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. જયારે ટેમ્પોમાં સવાર બીજા 22 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. બચાવ અને રાહત કરતાં ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને અને મૃતકોને ટેમ્પો માંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે આ ભયાનક અકસ્માતમાં 22 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કાર અને બુલેટ વચ્ચે સર્જાયો હતો ભયાનક અકસ્માત
ઉલ્લેખનીય છે કે બુધવારે જ અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 લોકોના દુઃખદ અવસાન થયા છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બુલેટ પર જતા 4માંથી 3 લોકોના ઘટના સ્થળે જ મોત
મોડાસા-હિંમતનગર હાઈવે પર સ્કોડા કાર અને બુલેટ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બોનેટના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે બાઈક પર સવાર 4 લોકોમાંથી માસી-ભાણિયા સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

Most Popular

To Top