નવી દિલ્હી: ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે અને ત્રીજો સેશન ચાલુ છે. બીજા દિવસે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 66 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ચાર વિકેટ નાથન લિયોને લીધી હતી. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 263 રનના જવાબમાં ભારત 262 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાને 1 રનની લીડ મળી છે. ટીમ ઈન્ડિયાનો ટૉપ ઑર્ડર ફેઇલ રહ્યો હતો.
જ્યારે શરૂઆતમાં ભારતીય ટીમની વિકેટ ઝડપથી પડી રહી રહી ત્યારે લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ભારે લીડ મળશે. જોકે અક્ષર અને અશ્વિનની જોડીએ ભારતને ઉગાર્યું હતું અને ટીમના સ્કોરને 262 રન સુધી પહોંચાડ્યું હતું. કેએલ રાહુલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને ચેતેશ્વર પૂજારાને લાયન આઉટ થયા હતા. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલો પૂજારા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. ત્યારે ફરી એકવાક ટીમ ઈન્ડિયા ફરી પોતાના ફોર્મમાં ફરી છે. સાત વિકેટ ગૂમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા 79.2 ઓવરમાં 250થી વધુ રન બનાવ્યા હતા.
અક્ષર પટેલે ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારતા 74 રન બનાવ્યા હતા. અશ્વિને 37 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 8મી વિકેટ માટે 114 રનની પાર્ટનરશિપ થઈ હતી. કોહલીએ 44 રન અને જાડેજાએ 25 રન કર્યા હતા. કોહલ-જાડેજા વચ્ચે 59 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નાથન લાયને 5 વિકેટ ઝડપી હતી. તો મેથ્યૂ કુહનમેન અને ટૉડ મર્ફીએ 2-2 વિકેટ, જ્યારે પૈટ કમિન્સને 1 વિકેટ મળી હતી.
વિરાટ કોહલીએ પણ 44 રન બનાવ્યા હતા
ભારતીય ટીમ 150 રનની અંદર સાત વિકેટ ગુમાવી દીધી હતી. નાથન લિયોને આ સાતમાંથી પાંચ વિકેટ ઝડપી હતી. બાદમાં આર. અશ્વિન અને અક્ષર પટેલે 114 રનની ભાગીદારી કરીને ભારતને મેચમાં પરત લાવી હતી. અક્ષર પટેલે 74 અને આર. અશ્વિને 37 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી હતી અને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરવા દીધો નહોતો. આ મેચમાં વિરાટ કોહલીએ પણ 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. અ
નોટ આઉટ પર આઉટ આપતા ટીમ ઈન્ડિયા થઈ હતી ગુસ્સે
આ પહેલા જ્યારે વિરાટ કોહલીને આઉટ અપાતા ટીમ ઈન્ડિયા સહિત સ્ટેડિયમમાં હાજર વિરાટ કોહલીના તમામ ફેન્સ પણ ગુસ્સે થયા હતા. વિરાટ કોહલી નોટ આઉટ હોવાની ચર્ચાએ ગંભીર બની હતી. વિરાટ કોહલી પણ ગુસ્સામાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સૌ કોઈ અમ્પાયરની ભૂલ ગણાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીએ 44 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પોતાની 6 મહત્વની વિકેટ 135 રનમાં ગુમાવી દીધી છે અને તે હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 128 રન પાછળ છે.
અક્ષર પટેલે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અક્ષરની આ સતત બીજી અડધી સદી છે. અક્ષરે કુહનમેનના બોલને સિક્સર પર મોકલીને આ સિદ્ધિ મેળવી હતી. અક્ષરે 94 બોલમાં ફિફ્ટી ફટકારી જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આર. અશ્વિન પણ 31 રન બનાવીને રમી રહ્યો છે. ભારતનો સ્કોર 75.3 ઓવર બાદ સાત વિકેટે 230 રન છે.71 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર સાત વિકેટે 208 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 35 અને આર. અશ્વિન 25 રન બનાવીને રમી રહ્યો હતો. બંને વચ્ચે અત્યાર સુધી 69 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.