રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની સફળતાના ઉન્માદમાં અને રાયપુરમાં તા. 24થી 26 ફેબ્રુઆરીએ મળનાર કોંગ્રેસ કારોબારીના ખુલ્લા અધિવેશનની ઉત્તેજનામાં કોંગ્રેસ ગેલમાં આવી ગઇ છે. રાહુલની ભારત જોડો યાત્રાએ પક્ષ અને તેની ઉજળી તકો વિશે નાના મોટા કાર્યકરોનાં મનમાં નવી ચેતના જગાવી છે અને તેમને આશા છે કે ખુલ્લી બેઠક નવી દિશા પુરી પાડશે. લોકોના મનમાંથી કોંગ્રેસનો એકડો ભૂંસાઇ જવા આવ્યો હતો ત્યારે કોંગ્રેસ વિશે નવી શ્રધ્ધા જગાડવાની કામગીરી અસરકારક રીતે કરનાર 4000 કિલો મીટરની પદયાત્રાને પગલે ખાસ કરીને સંગઠનના ઉપલા સ્તરે જે અભિગમ આવવો જોઇએ તે આવવાને બદલે પદયાત્રા ઠીક છે મારા ભઇ જેવું વલણ છે તે આશ્ચર્યજનક છે. કોંગ્રેસમાં જે કંઇ સળવળાટ થાય છે તેનો ઘણો યશ એક દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ દ્વારા પક્ષ પર અને ખાસ કરીને રાહુલ ગાંધી પર કરાતા આક્રમક પ્રહારને જાય છે. આ પ્રહારને પગલે કોંગ્રેસ પક્ષ એક પછી એક નામોશીભર્યો પરાજય જોતો આવ્યો હતો.
હવે કોંગ્રેસે લોકોમાં તેના માટે જાગેલી સદ્ભાવના કેવી રીતે ઉપયોગમાં લેવી? લોકસભાની ચૂંટણી ઝડપભેર નજીક આવી રહી છે અને ભારત જોડો યાત્રાએ જગાવેલી ચેતનાને પગલે પક્ષમાં જે સ્ફૂર્તિ આવવી જોઇએ તેનો હજી અભાવ વર્તાય છે. અધિવેશનની ચર્ચાની પૂર્વ તૈયારીમાં તેનો પડઘો પડવો જોઇએને? ભારત જોડો પદ યાત્રા ભારતીય જનતા પક્ષના અવિધિસરના પ્રહારોના અવિધિસરના જવાબરૂપે હતી? કોંગ્રેસ પક્ષમાં ઉત્તેજના છે પણ ચૂંટણીની તૈયારી માટે જ તૈયારીનો રઘવાટ તો ઠીક, સળવળાટ નથી દેખાતો.
પરિસ્થિતિનો તકાદો એ છે કે ભારત જોડો યાત્રાના સમય સાથે કોંગ્રેસની ભાવિ યોજનાની રૂપરેખા તૈયાર હોવી જોઇએ. ખુલ્લું અધિવેશન પુરેપુરી હાજરી વચ્ચે હરાવનાર પરિણામ આપનાર નિર્ણયો લેવાની તક પુરી પાડે છે. પણ છેલ્લા બે ત્રણ અધિવેશનનો ઇતિહાસ કહે છે કે તેણે પક્ષને નવું જોમ આપવા ભાગ્યે જ કંઇ કર્યું છે. ખુલ્લા અધિવેશનનું મુખ્ય કામ પક્ષના પ્રમુખપદે મલ્લિકાર્જુન ખડગેની થયેલી ચૂંટણીને મંજૂરી આપવાનું છે. પક્ષની કારોબારીની ખાલી જગ્યાએ ચૂંટણીથી ભરવાની કામગીરી થશે કે પસંદગીથી ભરવાનો જૂનો સરળ માર્ગ અપનાવાશે?
પક્ષના કાર્યકરોનો એક મોટો વર્ગ માને છે કે રાહુલ ગાંધીને ચાલુ રાખીને પક્ષના કાર્યકરોમાં નિર્ણય કરવામાં મોટો હિસ્સો રહે તે માટે ચૂંટણી કરવી જોઇએ. રાહુલ ગાંધી અને તેમના નવા વિચારોને પક્ષની કામગીરીમાં માર્ગ મળે તેવી સરળતા થશે? પક્ષને આંતરિક લોકશાહી તરફ લઇ જવાના રાહુલ ગાંધીના પ્રયાસો એક મહત્વનું કદમ હશે. ચૂંટણીનો માર્ગ પકડી નવા પ્રમુખે વંશીય શાસનની દલીલોને તેમજ પોતાની ટીકા કરનારાઓને ચૂપ કરી દીધા અને પદ યાત્રાએ ટીકાકારોને વધુ દબાણ હેઠળ લાવી દીધા.
અલબત્ત, આઠ દાયકાના આયુષ્યને ભોગવી રહેલા ખડગેએ ટૂંકા ગાળામાં પ્રમુખપદની ખુરશીમાં ખાસ્સુ કાઠું કાઢયું છે. રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અખત્યાર સમાજવાદી પાર્ટીને જરૂર પડી છે ત્યારે ગૃહમાં અને અન્યત્ર પક્ષનો અવાજ બુલંદ કરી તેમણે પોતાની ક્ષમતા વિશે કોઇ શંકા રહેવા દીધી નથી. આ બધાની પશ્ચાદ્ભૂ સાથે ખુલ્લું અધિવેશન આવે છે. આ બધાની સાથે રાહુલ ગાંધી પર 2024ની લોકસભાની ચૂંટણીમાં પક્ષના નેતા બનવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
રાહુલ ગાંધીએ આ પરિસ્થિતિનો લાભ લેવો જોઇએ. અધિવેશન આ દિશામાં ખાસ્સું પ્રદાન કરી શકે છે. સામાન્ય રીતે ખુલ્લું અધિવેશન કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરેલ નિર્ણયો પર રબર સ્ટેમ્ની જેમ મંજૂરીની મહોર મારતું હોય છે પણ ગાંધીજીના યુગ પછી કદાચ સૌ પ્રથમવાર લોકસંપર્કના કોંગ્રેસ માટે હાથ ધરાયેલા કાર્યક્રમે આ અધિવેશનને અદકેરું મહત્વ આપ્યું છે અને પક્ષમાં તેમજ લોકોમાં આશા જગાવી છે કે હવે પક્ષ મોદીના એકોકિત સમાન આક્ષેપો સામે ટક્કર લઇ શકશે. પદયાત્રા અને મોદી સામે ટક્કર લેવાની રાહુલની હિંમતે નવું જોમ પૂર્યું છે. તેનાથી પક્ષની નવી પેઢી માટે હિંમતભર્યો માર્ગ લેવાની તક વધશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.