બહુમતીના જોરે સાંસદો, ધારાસભ્યો પગાર પેન્શન અને અન્ય સુવિધાઓને મેળવી શકે છે. તેમજ મન ગમતા કાયદોઓ પણ પ્રજા પર લાદી શકે છે. કારણ બહુતી છે. પણ બહુતી આપનાર પ્રજા છે. તો પ્રજાને રંજાડનાર લોકોને સંસ્થાઓને સબક શીખવાડવાનું કામ સાંસદો અને ધારાસભ્યોનું છે. પેપર લિક કાંડમાં, એફઆરસીના નિયમો વિરુધ્ધ જ છે ને ખાનગી શાળાઓ અનેક ગણી ફી ઉઘરાવે છે અને કોઇ જાતની પહોંચ આપતા નથી. શહેરમાં ખુણે ખાંચરે દેશી અને વિદેશી દારુ વેચાય છે. અનેક વૈભવશાળી કોમ્પ્લેક્ષમાં અનૈતિક વ્યવહાર અને શરીર સુખ વેચાય છે. ગાંજો, અફીણ, કેફી પદાર્થો વેચાય છે. જુગાર સટ્ટા રમાય છે.
સામાન્ય પ્રજા પોતાના ઉદર નિર્વાહ માટેની વ્યવસ્થામાં વ્યસ્ત હોય છે અને ઉપરોકત બાબતોનો અનિષ્ટ પરિણામ પ્રજા પર એમના પરિવારજનો પર નિશ્ચિતરૂપે થાય છે. એમની તકલીફ કોઇ સાંભળતા નથી. એવું કેમ થાય છે? આના પર ધ્યાન કણ આપશે? પ્રજાએ ચુંટણી આપેલા પ્રજાના પ્રતિનિધિઓની શું આ જવાબદારી નથી કે પ્રજાજનો શું દુ:ખ ભોગવી રહ્યા છે? પ્રજાના સુખ દુખ તરફ ધ્યાન આપવું અમારા સંસ્કૃતિનું લક્ષણ છે અને યોગ્ય જ્ઞાન, સંસ્કારનું સિંચન કરવું પ્રજાના પ્રતિનિધિઓનું કામ છે કે નથી?
રાજકારણીઓ ચૂપ કેમ છે? સ્વતંત્રતાના પૂર્વ કાળમાં નિાશળમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ હતું. સંસ્કૃતના વિદ્વાન શિક્ષકો દ્વારા સંસ્કૃતમાંના લાભદાયી શ્લોકોનું મહત્વ સમજાતું હતું. તે દેવભાષાનું શિક્ષણ ભારત સ્વતંત્ર થયાપછી પણ સ્કુલોમાં અવિરત ચાલુ હતું. તો અન્ય ભાષાઓની જનની સમ સંસ્કૃતને કાલાંતરે શિક્ષણમાંથી ઉખાડી દીધી અને આજે સંસ્કૃતના જાણકાર ઘટી ગયા અને આજે અન્ય દેશોમાં સંસ્કૃત ભાષા શિક્ષણ જગતમાં આવી ગઇ છે. અમારા ધર્મગ્રંથોમાં અધ્યાત્મ્ય સાથે અનેક જીવન વિષયની માહિતી મળે છે. જેનો અભ્યાસ મહત્વનો છે. પોતાના જ પગાર પેન્શન પદ પ્રતિષ્ઠા માટે કામ જરૂર કરો, પણ પ્રજાનું કામ કરવું પ્રથમ કર્તવ્ય સમજવું શ્રેષ્ઠ છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બોલો પોપટ સીતારામ
પોપટિયા જ્ઞાનની (ભાષાની) બોલબાલા. વાલીઓ ફુલાય છે મારા સંતાનો ઈંગ્લીશ મીડીયામાં છે. જે લાગણી ગુજરાતીમાં છે તે વિદેશી ભાષામાં નથી. દેખાદેખીથી એડમીશન મેળવતા વડીલોને પોતાને જ સમજણ નથી પડતી કે બાળકોનો મનોભાવ માતૃભાષાનો પ્રભાવ આદીકાળથી છે. જે ભાષામાં જન્મ્યા તે ભાષાને આઘાત આપવાનો? અંગ્રેજી માનસિકતા આપણા લોહીમાં ભળી ગઈ છે. દીકરો કે દિકરી ન ઘરનો ઘાટનો હવે તે લંચ બોક્સમાં પણ વિદેશી જંક ફૂડની બોલબાલા, શારિરીક અને માનસિક ક્ષમતા ઓછી થતી ચાલી છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.