Madhya Gujarat

પશુપાલકોને બાયો ગેસ પ્લાન્ટથી ત્રેવડો લાભ મળશે

આણંદ : રાજ્યભરના ખેડૂતોની આવક બે ગણી થાય અને તેમની સમૃદ્ધિ વધે તે માટે વિવિધ યોજના અમલમાં મુકી છે. તેમાં એનડીડીબી દ્વારા પશુપાલકો અને ખેડૂતોના ઘરે ઘરે ગોબર ગેસ પ્લાન્ટ નાંખવાનો ‘ગોબર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એનડીડીબી દ્વારા સિસ્ટેમા બાયો સાથે શુક્રવારે એમઓયુ કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્યભરના ખેડૂતોના ઘરે ફક્ત રૂ.5 થી 6 હજારમાં બાયો ગેસ પ્લાન્ટ નાંખવામાં આવશે. આ બાયોગેસ થકી ખેડૂતોને ઇંધણનો ખર્ચ બંધ થશે, નિઃશુલ્ક કુદરતી ખાતર મળશે અને ચુલા બંધ થતાં તેમના પરિવારની મહિલાઓના પણ સ્વાસ્થ્ય સારા રહેશે. આમ ત્રેવડો લાભ મેળવી શકશે.

આણંદ સ્થિત એનડીડીબીના ચેરમેન મિનેષ શાહે જણાવ્યું હતું કે, પશુપાલકો દૂધ બાદ ગોબરને આવકનું સાધન બનાવી શકે છે. ગોબર થકી ખાતર મેળવી રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય છે. ગોબરથી નિકળતાં મિથેનથી પર્યાવરણને નુકશાન પહોંચે છે. પરંતુ તે ઘરમાં રાંધણગેસ તરીકે ઉપયોગ કરી શકાય છે. કોરોના અને યુદ્ધની સ્થિતિ બાદ ગેસના ભાવમાં ધરખમ વધારો થયો છે. આથી, જો બે પશુ હોય તો 5થી 6 સભ્યના પરિવારને રાંધણગેસ નિઃશુલ્ક મળી રહે છે. આ ઉપરાંત વધેલી સ્લરી માટે મંડળી બનાવી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. ગોબર ગેસના પ્લાન્ટથી કાર્બન ક્રેડિટ જનરેટ કરવામાં આવશે. એમઓયુ થકી 15 હજાર પ્લાન્ટ ત્રણ કલ્સ્ટરમાં બનાવવામાં આવશે. જેમાં પૂના, મહારાષ્ટ્ર અને સુરતના ખેડૂતોને લાભ આપવામાં આવશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એનડીડીબી મૃદા લિ.એ નાના પશુપાલકો સાથે ભેગા મળીને કામ કરવા, વેસ્ટ ટુ એનર્જીમાં સ્થાયી ઉકેલો પૂરાં પાડવા તથા પશુપાલકો માટે વધારાની આવકનું સર્જન કરવાના નવા માર્ગો ખોલવા બાયોગેસ કંપની સિસ્ટેમા.બાયો સાથે એક કરાર કર્યો છે. એનડીડીબી અને એનડીડીબી મૃદા લીમીટેડ ચેરમેન મીનેશ શાહ અને સિસ્ટેમા.બાયો ઈન્ડિયાના એમડી પિયુષ સોહાનીએ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી.

આ એમઓયુ થકી દેશના નાના અને મધ્યમ સ્તરના પશુપાલકો માટે આધુનિક ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા, ખાતરના મેનેજમેન્ટ અને બાયોસ્લરીના ઉપયોગ અંગેના જ્ઞાનનો પ્રસાર કરવા તેમજ ડેરી સહકારી મંડળીઓ, ડેરી ફેડરેશનો, દૂધ ઉત્પાદક કંપનીઓ, પશુપાલકોની માલિકીની અન્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંગઠનોની સાથે એનડીડીબી મૃદા લિમિટેડ અને સિસ્ટેમા.બાયો ભેગા મળીને કામ કરશે. આ સહયોગી પ્રયાસ બાયોગેસ પ્લાન્ટના ઉપયોગને પ્રોત્સાહન આપશે. જેના પગલે પશુપાલકોની આજીવિકાને સુધારશે અને તેની સાથે-સાથે સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપશે તથા ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહિત કરશે.

બોરસદની વાસણા જીઆઈડીસીમાં સ્લરીનો પ્લાન્ટ બનવવામાં આવ્યો
એનડીડીબી દ્વારા બોરસદની વાસણા જીઆઈડીસીમાં સ્લરીનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં સ્લરીને ઘન અને પ્રવાહી સ્વરૂપે અલગ પાડવામાં આવે છે. બાદમાં તેમાં ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરના પ્રયોગ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીને આપવામાં આવ્યું હતું. જેમાં સારા પરિણામ મળ્યાં હતાં. કૃષિ યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન આ ખાતરથી 30 ટકા પાકમાં વધારો મળ્યો હતો.

જૈવિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
એનડીડીબી અને સિસ્ટેમા.બાયો વચ્ચે થયેલા એમઓયુ થકી ગોબર ગેસ પ્લાન્ટ બનશે. જેનાથી ખેડૂતોને રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા તરફ તેમજ ગામડાંઓમાં ઘરેલું સ્તરે રાંધવા માટેની સ્વચ્છ ઊર્જાનું સમર્થન કરવા તરફ દોરી જશે. હાલમાં 40 હજાર પશુપાલકો કચરાંનો સદુપયોગ કરવા માટે સિસ્ટેમા.બાયો દ્વારા વિકસાવવામાં આવેલા બાયોડાઇજેસ્ટરોનો ઉપયોગ કરે છે. આ વર્ષે 25 હજારથી વધારે પશુપાલકોને બાયોગેસ પ્લાન્ટ પૂરાં પાડવામાં આવશે અને આગામી 2 કે 3 વર્ષમાં 3 લાખ પશુપાલકો સુધી પહોંચવાની યોજના છે. એનડીડીબી મૃદા લિ. એન્ટરપ્રાઇઝ મૉડમાં કૃષિ માટેના સ્લરી-આધારિત ઉત્પાદનોના વેચાણ મારફતે પ્રત્યક્ષ રીતે અથવા તો જૈવિક ખાતર તરીકે ઉત્પાદિત થયેલી બાયો-સ્લરીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે.

ઝાંખરિયાપુરા અને મુંજકુવાના પ્રોજેક્ટને દરેક ગામમાં અમલ કરાશે
એનડીડીબીના ચેરમેન મિનેષ શાહે જણાવ્યું હતું કે, ઝકરિયાપુરા ખાતે ખાતર વ્યવસ્થાપન મોડલ વિકસાવતી વખતે એનડીડીબી અને સિસ્ટેમા. બાયોટેકે સાથે મળી કામ કર્યું હતું. જે હવે ગુજરાતની ગોબરધન યોજનાનો ભાગ છે. એનડીડીબીના પાયલોટ પ્રોજેક્ટમાં ઝાંખરિયા અને મુંજકુવા ગામમાં પશુપાલકોના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યાં હતાં. તેમના પરિણામ સારા મળ્યાં છે. દરેક ઘરમાં આજે ઇંધણનો ખર્ચ ઘટી ગયો છે. મહિલાઓ પણ તેમના સ્વ્સ્થ્યને લઇ ખુશ છે. 317 ઘરમાં 2થી 3 ક્યુબીક મીટરના પ્લાન્ટ નાંખવામાં આવ્યાં છે.

જૈવિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
એનડીડીબી અને સિસ્ટેમા.બાયો વચ્ચે થયેલા એમઓયુ થકી ગોબર ગેસ પ્લાન્ટ બનશે. જેનાથી ખેડૂતોને રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા તરફ તેમજ ગામડાંઓમાં ઘરેલું સ્તરે રાંધવા માટેની સ્વચ્છ ઊર્જાનું સમર્થન કરવા તરફ દોરી જશે. હાલમાં 40 હજાર પશુપાલકો કચરાંનો સદુપયોગ કરવા માટે સિસ્ટેમા.બાયો દ્વારા વિકસાવવામાં આવેલા બાયોડાઇજેસ્ટરોનો ઉપયોગ કરે છે. આ વર્ષે 25 હજારથી વધારે પશુપાલકોને બાયોગેસ પ્લાન્ટ પૂરાં પાડવામાં આવશે અને આગામી 2 કે 3 વર્ષમાં 3 લાખ પશુપાલકો સુધી પહોંચવાની યોજના છે. એનડીડીબી મૃદા લિ. એન્ટરપ્રાઇઝ મૉડમાં કૃષિ માટેના સ્લરી-આધારિત ઉત્પાદનોના વેચાણ મારફતે પ્રત્યક્ષ રીતે અથવા તો જૈવિક ખાતર તરીકે ઉત્પાદિત થયેલી બાયો-સ્લરીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે.

Most Popular

To Top