Business

એન્યુઅલ ફંક્શન બન્યા હાઈટેક, પફોર્મન્સ જોઈએ વિના મિસ્ટેક

આજના બાળકો સ્કૂલોમાં અભ્યાસ તો કરે જ છે સાથે જ હવે તો એ સિવાય કરાટે, ડાન્સ, સ્કેટિંગ તથા ભારતનાટ્યમ જેવી વિવિધ એક્ટિવિટી પણ સ્કૂલમાં જ તેઓને શિખવાડવામાં આવે છે જે તેને આગળ જતાં ઉપયોગી પણ થઈ પડે છે. વર્ષ દરમિયાન વિધ્યાર્થીઓ આ બધી એક્ટિવિટીઝ તો કરે જ છે સાથે જ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્કૂલોમાં એન્યુઅલ ફંકશનનો માહોલ જામી ઊઠે છે. નર્સરીમાં અભ્યાસ કરતાં ભૂલકાઓથી માંડીને હાઈસ્કૂલ સુધીના વિદ્યાર્થીઓ પોતાની કળા દર્શાવવા થનગની રહે છે. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ અને આગળ વધતી ટેકનૉલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે ફંક્શન યોજી શકાય એ માટે આજની કેટલીક સ્કૂલો અને કોલેજોમાં એન્યુઅલ ફંક્શનમાં કેટલાક વેરીએશન એડ કરવામાં આવ્યા છે જેને કારણે આપણને લાગે જ નહીં કે આપણે કોઈ શાળા કે કોલેજના ફંકશનની મજા માણી રહ્યાા છીએ પ્રથમ નજરે એવું જ લાગે કે કોઈ પ્રોફેશનલ કાર્યક્રમનો હિસ્સો બન્યા હોય.

બાળકોમાં રહેલી કળા બહાર આવે છે : રુના નાથ
શહેરની એક શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત રુના નાથ કહે છે કે, ‘’અમારી શાળામાં અભ્યાસ ઉપરાંત સ્કેટિંગ, કરાટે, ડાન્સ વગેરે એક્ટિવિટી તો કરાવવામાં આવે જ છે સાથે જ આખા વર્ષમાં એકવાર એન્યુઅલ ફંક્શનનું પણ આયોજન થાય છે. હવે અમે એકને બદલે 3 દિવસનો કાર્યક્રમ યોજ્યો છે. આ માટે અમે પેરેન્ટ્સ સાથે ચર્ચા કરી હતી અને તેમની પરમીશન બાદ અમે બાળકોના ઓડિશન્સ લઈને એન્યુઅલ ફંક્શન માટે તેમની પસંદગી કરી હતી.

એન્યુઅલ ફંક્શન 3 દિવસ સુધી કરવાનો અમારો હેતુ એ જ હતો કે, એક દિવસમાં વધુ બાળકોનો સમાવેશ કરી શકાય નહીં જેથી 3 દિવસ માટે ફંક્શન યોજવામાં આવે તો વધુમાં વધુ બાળકો તેમાં ભાગ લઈ શકે. ફંક્શનની તૈયારી માટે પ્રાઈવેટ એજન્સીમાથી એક્સપર્ટ હાયર કરવામાં આવ્યા હતા જેઓએ વિધ્યાર્થીઓને તૈયારી કરવી હતી બાદમાં અમારા ટીચર્સ દ્વારા તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. એક્સપર્ટને હાયર કરવાનું કારણ એ જ હતું કે તેમણે જે તે વિષયની તાલીમ લીધી હોવાથી તેઓ અમારા વિદ્યાર્થીઓને સારી ટ્રેનીંગ આપી શકે જે આગળ જતાં તેમને મદદરૂપ થઈ શકે.

આ વખતે અમે વ્યવસ્થિત મેનેજમેંટ થાય એ માટે વોટર કમિટી, ડેકોરેશન કમિટી, ફૂડ કમિટી, ડેકોરેશન કમિટી, સ્ટેજ કમિટી વગેરે બનાવવામાં આવી હતી. આ ઉપરાંત દર્શકો સારી રીતે કાર્યક્ર્મ માણી શકે એ માટે ડીજીટલ સ્ક્રીન લગાડવામાં આવી હતી તેમજ સ્કૂલની એપ્લીકેશન દ્વારા પોતાના બાળકોનું પર્ફોર્મન્સ સીધું જોવા મળે એ માટે સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જ્યારે અમારા કેટલાક ભુતપૂર્વ વિધ્યાર્થીઓ અમારો કાર્યક્રમ દૂર રહીને પણ નિહાળી શકે એ માટે LIVE ની સગવડ પણ કરવામાં આવી હતી. ‘

બાળકો બાળપણથી ઇમ્પૃવ થાય છે : પ્રિયંકા ઉત્તેકર
પ્રિયંકા ઉત્તેકરની 6 વર્ષીય દીકરીએ આ વર્ષે પ્રથમવાર જ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમા ભાગ લીધો હતો. પ્રિયંકાબેન કહે છે કે, મારી દીકરી પ્રથમવાર ભાગ લઈ રહી હોવાથી મને થોડું ટેન્શન હતું પરંતુ જ્યારે મે એને ફંક્શનમાં ડાન્સ કરતાં જોઈ ત્યારે મને સુખદ આશ્ચર્ય થયું કે, ક્યારેય ડાન્સ નહીં શિખનાર મારી દીકરી થોડા જ દિવસોમાં સ્કૂલના અન્યુઅલ ફંક્શનમાં ઘણો સારો ડાન્સ કરી રહી હતી. મારી દીકરીની સ્કૂલમાં બહારથી કોરિયોગ્રાફર હાયર કરીને ડાન્સ શીખવાડવામાં આવ્યા હતા. પહેલાં ટીચરો દ્વારા જ ડાન્સની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી પરંતુ હવે ટ્રેન્ડ પ્રમાણે કોરિયોગ્રાફર પાસે ડાન્સની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે જે મને તો બહુ જ ગમ્યું. કારણ કે, બાળકો નાના હોય ત્યારથી એમનું બેઝિક સારું થાય છે અને કોરિયોગ્રાફરને તેમની ઉંમર અને રસ રુચિ અનુસાર શીખવાડતા હોય છે એટલે ઇઝી સ્ટેપ્સ દ્વારા બાળકો સારું શીખી શકે છે.

સોશ્યલ મીડિયાનો જમાનો છે : વિવેક ભાવસાર
શહેરની એક કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરતાં વિવેક ભાવસાર કહે છે કે, ‘’પહેલાં તો ડાંસમાં થોડું આળું અવળું હોય તો ચાલી જતું પણ હવે તો દરેક મુવમેંટ સોશ્યલ મીડિયા પર અપલોડ થતી હોય છે એટ્લે એમાં કોઈ બાંધછોડ નથી કરતું. F.Y.માં કોરોના દરમીયાન એન્યુઅલ ફંક્શન થયું ન હતું એટ્લે આ વર્ષે મારૂ તો કોલેજમાં પ્રથમ જ ફંક્શન હતું એટ્લે હું ઘણો એક્સાઈટેડ હતો. અમારી કોલેજનું પર્ફોર્મન્સ સારું રહે એટ્લે અમે ડાન્સ અને ડ્રામા માટે બહારથી નિષ્ણાતોને બોલાવ્યા હતા. જો કે આ કારણે અમારું બજેટ થોડું હાઈ થયું હતું પરંતુ સ્ટેજ ડેકોરેશન અને ઇનોવેટિવ રંગોળી જાતે બનાવીને એક યુનિક લુક ઊભો કરવામાં આવ્યો હતો જેમાં અમને ખાસ ખર્ચ કરવો પડ્યો ન હોવાથી બધુ બેલેન્સ થઈ ગયું હતું. ‘’

નાના બાળકો સાથે પહેલા બોંડિંગ બનાવવું પડે છે: વિવેક માલિક
કોરિયોગ્રાફર વિવેક મલિક છેલ્લાં 5-6 વર્ષથી સ્કૂલોમાં વિધ્યાર્થીઓને એન્યુઅલ ફંક્શનમાં ડાન્સની પ્રેક્ટિસ કરાવે છે. વિવેક કહે છે કે, ‘’આજે હવે ડિજિટલ જમાનામાં સ્કૂલો પણ એડવાન્સ્ડ બની છે એટ્લે અભ્યાસ સિવાય પણ તેમના વિધ્યાર્થીઓ ક્યાય પાછળ ન રહી જાય એ માટે કોરોનાને બાદ કરતાં છેલ્લાં 4-5 વર્ષમાં આ ક્રેઝ વધી રહ્યો છે. અમને આમ તો વાંધો નથી આવતો પરંતુ પ્લે ગ્રૂપ કે જુનિયર, સિનિયર KG ના વિધ્યાર્થીઓ હોય ત્યારે અમને ઘણી તકલીફ પડે છે. ડાન્સ તો દૂરની વાત, બાળકો નાનાં હોવાથી અજાણ્યા વ્યક્તિ પાસે આવતા પણ ડરે છે એટ્લે પહેલા તો અમારે તેમની નજીક આવવા માટે તેમને ચોકલેટ આપીને થોડા ફ્રેંડલી થવું પડે છે, બાદમાં તેમને હાથ પકડીને એમને જેમ ગમે એ રીતે ડાન્સ કરવા દેવા પડે છે. આમ ધીમે ધીમે એમને રિધમ પર લાવવા માટે જ અમારા 15 થી 20 દિવસ તો આમ જ નીકળી જાય છે. એન્યુઅલ ફંક્શનના એક મહિના પહેલાં અમને બોલાવવામાં આવે છે અને જે થીમ કે સોંગ હોય એ પ્રમાણે અમે શિખવવાનું શરૂ કરીએ છીએ. સોંગ કે થીમ સિલેક્શન બાકી હોય તો ટ્રેન્ડ અને બાળકોની ઉંમરના હિસાબે અમે પણ સજેશન આપતા હોઈએ છીએ.’’

Most Popular

To Top