Charchapatra

ક્ષય વિષયક

અંગ્રેજી કેલેન્ડરની તારીખ મુજબ વેલેન્ટાઈન ડે દર ફેબ્રુઆરી મહિનામાં 14 મી તારીખે આવે છે, જ્યારે લીપ પણ ફેબ્રુઆરી માસમાં જ આવે છે, કિન્તુ તે ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 29 મી તારીખે જ આવે છે ! ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો હોવાથી,ફેબ્રુઆરી માસમાં જન્મેલ ખૂબ જ પ્રેમાળ હોય છે ! આમ ફેબ્રુઆરી માસ કે, દર 4 વર્ષે આવતા ફેબ્રુઆરીમાં 29 મી તારીખે આવતું લીપ યર એ ક્ષય માસ નથી ! વળી, સરેરાશ બે વરસ અને આઠ માસના અંતરે એક અધિક માસ ઉમેરાય છે. અધિક માસવાળું વર્ષ 13 માસનું બને છે. આ ગણતરી પ્રમાણે કોઈક વાર ચન્દ્ર વર્ષ સૌર વર્ષથી આગળ નીકળી જાય છે. તેથી તેવે વખતે એક માસ કમી કરવામાં આવે છે જે ક્ષય-માસ તરીકે ઓળખાય છે !

હિન્દૂ તિથિની વાત છેડીએ તો, કોઈ તિથિ સૂર્યોદય પહેલા શરૂ થાય છે અને આગલા સૂર્યોદય બાદ સુધી રહે છે તો તે તિથિની વૃદ્ધિ થઈ જાય છે એટલે કે વૃદ્ધિ તિથિ કહેવાય છે કિન્તુ જો કોઈ તિથિ સૂર્યોદય બાદ શરૂ થાય અને આગલા સૂર્યોદય પહેલા જ ખતમ થઈ જાય તો તે તિથિનો ક્ષય કહેવાય છે.  હવે ક્ષય એટલે શું !? ક્ષયના ઉક્ત પ્રકારો કહ્યા અને હવે વધુ ક્ષય રોગ વિષયક…. ! ક્ષય રોગ પણ છે, ક્ષય રોગની એક સ્થિતિ એ છે કે તે વિવિધ જાતોના સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા ફેલાય છે, સામાન્ય રીતે આ જીવાણુંઓ ક્ષય રોગનો ફેલાવો કરે છે. ખાસ કરીને ક્ષય રોગ ફેફસાંમાં ફેલાય છે,પણ શરીરના અન્ય ભાગો પર અસર કરી શકે છે. ઈતિ વાર્તા ક્ષય !
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંગત તેવી પરખ
તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ નાં ગુજરાતમિત્ર માં સંગત થી સાવધાન શીર્ષક થી રજૂ થયેલું ચર્ચાપત્ર વાંચ્યું. તે બાબતે મન માં જે પ્રશ્નો જાગ્યા તે મુજબ લેખક પોતે ઉચ્ચ સેવા નિવૃત્ત પોલીસ અધિકારી છે જેઓ નજર પારખું હોય છે છતાંય તેઓ પોતાનાં પરિચિત વકીલ મિત્ર થી ક્યાં તો હકીકત માં અપરિચીત જ રહ્યા અથવા તો તે વકીલ મિત્ર ને કોઈ નામી વકીલ સિનિયર તરીકે નહીં પ્રાપ્ત થયા હોય જેથી આ વકીલ મિત્ર પાસે પ્રતિષ્ઠિત અસીલો બહુ આવતા નહીં હોય અને તે કારણે આ ખટપટ વાળા વ્યવસાય માં જે રીતે પ્રતિષ્ઠિત વકીલો અથવા જેમને પોતાના પિતાશ્રીઓ કે દાદાશ્રીઓ નાં નામ નો જે વારસો કે ગુડવિલ પ્રાપ્ત થયા હોય તે બાબતે કમનસીબ હોય તેવું પણ બની શકે.

કારણ કે એવા પણ ઉદાહરણો હોય છે, કે જેઓ નામી સિનિયર વકીલો નો સાથ અથવા વંશ પરંપરાગત વ્યવસાય પ્રાપ્ત નહીં કરી શક્યા હોય તેવા કેટલાક વકીલો અદાલતી કમ્પાઉન્ડ માં અસીલો શોધવા કોશિશ કરતા હોય પણ બાદ માં કુનેહ અને મહેનત થી નામી વકીલ તરીકે સ્થાન પામ્યા હોય. એ પણ હકીકત છે કે વકીલ પાસે ગુનેગારો અથવા નિર્દોષ પણ જૂઠા આરોપ માં સંડોવાયેલા એવા અસીલો આવે અને બધા કેસ ને હાથ પર લેવાની નાં પાડે તો તેને આ વ્યવસાય છોડવાનો વારો આવી શકે. છતાંય વકીલોએ બને ત્યાં સુધી અસીલ નિર્દોષ છે તેનો પોતાને સંતોષ નહીં થાય ત્યાં સુધી હાથ પર નહીં લેવો તે સમાજ માટે હિતાવહ તો છે જ.
સુરત     – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top