વિરસદ : મહા શિવરાત્રીના પાવન દિવસે ભગવાન ભોળાનાથની આરાધના અને ભકિતભાવ માટે ધાર્મિક આસ્થા સાથે શિવજી કી સવારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સંદર્ભે ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ શ્રધ્ધાળુઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો પોલીસ તંત્ર સહિત નગરપાલિકા અને વહીવટી વિભાગ પણ કાર્યકમ સંદર્ભે જરૂરી તમામ માર્ગદર્શન અને વ્યવસ્થામાં લાગી ચુક્યું છે.
બોરસદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શિવજી કી સવારી કાર્યકમને અનુલક્ષીને ઉત્સાહનો માહોલ છવાયો છે. શહેરમાં મુખ્ય માર્ગ પર બે કિલોમીટર જેટલા દુરના અંતરેથી ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવના વિશાળ ફોટો સાથે મોટા હોર્ડિગ વિવિધ સંસ્થાઓ, આગેવાનો, દુકાનદારો વિવિધ વ્યક્તિઓના સૌજન્ય સહ શુભેચ્છાઓ પાઠવી શિવજી કી સવારી માટે ખાસ યોગદાન આપવામાં આવ્યું છે. રામજી કી સવારી માટે 50થી હોર્ડિગ બેનરો શહેરમાં લગાવવામાં આવ્યા છે.
રસદમાં મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે આયોજિત કાર્યકમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ સંદર્ભે શહેરના અગ્રણીઓ તેમજ નાગરિકો યોગ્ય સહકાર આપે તે માટે ચર્ચા વિચારણા માટે પણ આયોજન કરવામાં આવેલ છે. શિવજી કી સવારી નિયત થયેલ રૂટ મુજબ નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે આયોજકોએ સુચારુ આયોજન કર્યું હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત આણંદ જિલ્લામાં શનિવારના રોજ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. શિવભક્તો વ્હેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા ઉમટી પડશે અને શિવમંદિરો હર હરના નાદથી ગુંજી ઉઠશે. આ ઉપરાંત ભાગરૂપી પ્રસાદ પણ ગ્રહણ કરશે. જોકે, આણંદ શહેર અને આસપાસના ગામોમાં પણ આવેલા પ્રાચીન મંદિરમાં શિવરાત્રીની તૈયારી જોરશોરથી જોવા મળી રહી છે.