Vadodara

રૂસ્તમપુરા ગામે પિસ્તોલની અણીએ દાગીના મળી 1.75 લાખ રૂપિયાની લૂંટ

વડોદરા : વાઘોડિયાના રૂસ્તમપુરા ભાડાના મકાનમાં રહેતા યુવકના ઘરમાં મોડી રાત્રી બંદુક અને ચાકુ ધારી લુંટારુઓ ત્રાટક્યા હતા. હિન્દી ભાષામાં અલમારી કી ચાવી કીધર રખી હે તેમ કહી યુવક બંદુક તાણી હતી. જેથી તેઓ ગભરાઇને ચાવી આપી દેતા ઘરમાંથી સોના-ચાંદીના મળી 1.75 લાખની લૂંટ કરીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. જેથી તેઓએ યુવકે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના હાલમાં વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે બારોટ ફળિયામાં રહેતા સંજયભાઇ પ્રતાપભાઇ બારીયા (ઉં.વ. 42) ગેરેજ ધરાવે છે. તેઓ ત્રણ વર્ષથી ભાડાનમાં મકાન રહે છે. 13 ફેબ્રુઆરીના રોજ રાત્રી સમયે તેમની પત્ની તથા તેમના બંને બાળકો સહિત આખો પરિવાર ઉંઘી ગયા હતા. દરમિયાન રાતના સાડા બાર વાગ્યાની આસપાસમાં ઘરના પાછલના દરવાજે જોસથી અવજા થતા તેમની પત્ની જાગી ગયા હતા. જ્યારે તેઓ પલંગ પર સુતા હતા. એકાએક ઘરમાં ચાર જેટલા શખ્સો ઘુસી આવ્યા હતા. જે પૈકીના એક પાસે તમંચો હતો જે મારા માથા તાકી દેતા તેઓ એકાએક જાગી ગયા હતા. ત્યારે તેમના પલંગની આસપાસમાં ચાર શખ્સો ઉભા હતા.

તેમના પાસે લાકડીઓ અને ચાકુ હતું. તમામ હિન્દી ભાષી અને 30-40 વર્ષની ઉંમરના હતા. તેઓ હિન્દી ભાષામાં તુમારી અલમારી કી ચાવી કીધર હે તેમ કહેતા તેઓએ ગભરાઇને તિજોરીની ચાવી આપી હતી.લુંટારુઓએ બેટરીના અજવાળે તિજોરી ખોલીને તેમાંથી સોના ચાંદીના દાગીના રૂ.1.50 લાખ અને રોકડા 20 હજાર મળી 1.75 લાખની લૂંટ કરી નાસી ગયા હતા. લુંટારુ ગયા બાદ તેઓ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લુંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

પતિ અને પત્નીએ શરીર પર પહેરેલા દાગીના પણ ઉતરાવ્યા
તિજોરીમાંથી લુટારુઓ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ આવ્યા હતા. બંદુક અને ચાકુ સહિત લાકડીઓ લઇને આવેલા લુંટારુઓ તેમની પત્ની તારાબેન પાસે આવીને તેમણે કાનમાં પહેરેલા સોનાની કળી તથા સંજય બારિયાએ પહેરેલી સોનાની ચેઇન માગતા કાઢવા જતા એક લુટારુ પૈકી એક કાઢી લીધી હતી.

Most Popular

To Top