તાપી: તાપી (Tapi) જિલ્લાના ઉકાઈમાં (Ukai) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ઉકાઈથી 20 કિલોમીટર દૂરના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 નોંધવામાં આવી છે. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાની કે નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર 14 ફેબ્રુઆરીના રોજ સવારે 5:50 વાગ્યાની આસપાસ ઉકાઈથી 20 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા લાગ્યા હતા. જો કે ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાય હતી. તેથી ભૂકંપનો આંચકો અનુભવાયો ન હતો. પરંતુ ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કેટલાક સ્થાનિકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો ન હતો. આ અગાઉ સુરત શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યામાં 14 દિવસમાં 11 વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં 12 ફેબ્રુઆરીના રોજ તાલાલાથી 7 કિલોમીટર દૂર રાત્રે 2.27 કલાકે 2.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા 11 ફેબ્રુઆરીના રોજ રાજ્યામાં બે અલગ અલગ જગ્યાએ ભૂકંપનો અનુભવ થયો હતો. પહેલો આંચકો સુરત શહેરમાં અડધી રાત્રે લગભગ 12.52 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપનો અનુભવ થયો હતો અને ત્યાર બાદ બપોરે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બે દિવસ અગાઉ એટલે કે 9 ફેબ્રુઆરીએ બપોરે દૂધઈમાં જ 1.45 વાગ્યે 3 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં રાત્રે 9.08 કલાકે 3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4 ફેબ્રઆરીના દિવસે સૌરાષ્ટમાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ઝટકો અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો, ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો અને ત્યાર બાદ અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અને 14 ફેબ્રુઆરી મંગળવારે વહેલી સવારે તાપી જિલ્લાના ઉકાઈથી 20 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.