વડોદરા: વડોદરા ના જેતલપુર બ્રિજ પાસે ની મચ્છી માર્કેટ પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે જેતલપુર બ્રિજ નીચે પહોંચી હતી. વડોદરાના જેતલપુર બ્રિજ પાસેની મચ્છી માર્કેટ પર પાલિકા નું બુલડોઝર ફરી વળ્યું હતું. આ માર્કટ વર્ષો થી ચાલતું હતું અહીંયા ભારે ગંદકી અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો અહીંની દુર્ગંધ થી પરેશાન હતા.
આશરે 30 જેટલાં પાકા ઓટલા અને ચેડ બનાવી ને ગેરકાયદે માસમટન મચ્છીનું વેચાણ થતું હતું. દબાણ તોડવાની કામગીરી શરૂ થતા ભારે વિરોધ થયો હતો કેટલાક વેપારીઓ અંદરો અંદર લડી પડ્યા હતા. આમ કેટલીક લાયસન્સ વાળી દુકાનો પણ નીતિ નિયમો પાળતી ન હોવાથી તેને સીલ કરવા માં આવી હતી. વડોદરા શહેરની સૌથી મોટી માર્કેટ તોડી પાડવા માં આવતા શહેર ના અનેક લોકોએ મેયર ને અભિનંદન આપ્યા હતા.
પ્રજાના આરોગ્ય સાથે છેડાં કરતા કોઇપણ દબાણો તોડી પડાશે
વડોદરાના જેતલપુર બ્રિજ નીચે 30 જેટલી દુકાનો ના વેપારીઓ ગેરકાયદે માસ,મટન, મચ્છી વેંચતા હતા. જાગૃત નાગરિક દાઉદ ભાઈ ની અનેક વખત રજુઆત કરવા પાલિકા માં આવ્યા હતા તેમની રજુઆત ને ધ્યાને લઈ લોકો ના આરોગ્ય સાથે છેડા કરતા વેપારી ઓ ના ઓટલા તેમજ તેમણે બનાવેલા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. – કેયુર રોકડીયા, મેયર