Gujarat

અમદાવાદ RTOમાં 300 લાયસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ ઇસ્યુ કરાયાં

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરની આરટીઓ (RTO) કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ (Driving license) મેળવવા માટે ટેસ્ટ આપ્યા વગર જ પાકા લાયસન્સ આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં 300 જેટલા લાયસન્સ ઈસ્યુ થયા હોવાનું બહાર આવતા આરટીઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ આરટીઓમાં લાયસન્સ રિન્યુ કરાવવા માટે આવતા નવ જેટલા લાયસન્સ કબજે કરાયા હતાં. જેની તપાસ કરતા આ લાયસન્સ કોઈપણ જાતની ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નીકળ્યા હોવાનું બહાર આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 300 જેટલા લાયસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વિના નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

  • 9 લાયસન્સ રિન્યુ માટે આવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું
  • આરટીઓના સોફ્ટવેરમાં ચેડા થયા હોવાની શંકાના આધારે પોલીસ તપાસ

આરટીઓના સોફ્ટવેર સાથે ચેડા થયા હોવાનું કે પછી આ સમગ્ર કૌભાંડમાં કોઈ કર્મચારીની હોવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આરટીઓ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં વાહનના ડ્રાઇવિંગ લાયસન્સના એપ્રુવલ માટે કેટલીક શંકાસ્પદ અરજીઓ સારથી સોફ્ટવેરમાં ધ્યાને આવી હતી. જેની વિગતો એન.આઈ.સી પાસેથી માગતા વાહન વ્યવહાર કચેરીએ ઈ-મેઈલ થી આઈપી એડ્રેસ આપ્યું હતું. જે અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓનું નહીં પરંતુ કોઈ ખાનગી એડ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં હજુ વધારે બોગસ લાયસન્સ બહાર આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top