World

તિજોરી ખાલી થતાં હવે પાકિસ્તાન અગાઉની સરકારના નેતા તેમજ અધિકારીઓના ખજાના ખોદશે!

નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રોજે રોજ લોકોએ નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિત સુઘરવાનું નામ નથી લઈ રહી અને સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ડૂબતી નાવને બચાવા માટે પાકિસ્તાન પાસે હવે એક જ રસ્તો બચ્યો છે અને એ છે IMF.વિદેશી મુદ્રા પણ સમાપ્ત થવાના આરે છે ત્યાં હવે IMFએ મદદ કરવા માટે એવી શરતો મૂકી છે જેને સાંભળીને પાકિસ્તાન પરસેવે રેબઝેબ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ઉથલ પાથલ થઈ ગઈ છે.

જાણકારી મુજબ IMFએ પાકિસ્તાનને મદદ કરવા માટે અમુક શર્તો મૂકી છે. જેના કારણે ત્યાની સરકારના પરસેવા છૂટી ગયા છે. IMFએ શરત મૂકી છે કે શહબાજ શરીફની સરકારથી લઈ ગ્રેડ 17 તેમજ તેના ઉપરના રેંકની સરકારી ઓફિસરોની સંપત્તિની ડિટેઈલ જાહેર કરવામાં આવે. આ સાથે તેઓના પરિવારના સભ્યોની સંપત્તિની ડિટેઈલ પણ માગવામાં આવી છે.

પાકિસ્તાનમાંથી થોડાં દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે ત્યાના નેતા તેમજ સરકારી ઓફિસરો અને તેઓના પરિવારોની સંપત્તિમાં મોટા પાયે ઉછાળો થયો હતો. પાકિસ્તાની સેનાના પૂર્વ ચીફ જનરલ કમલ જાવેજ બાજવાનો આ લિસ્ટમાં સમાવેશ થાય છે. જાણકારી મુજબ તેઓના કાર્યકાળ દરમ્યાન તેઓની સાથે તેઓના પરિવારની સંપત્તિમાં ઉછાળો થયો હતો. જાણકારી મુજબ બાજવાના ઘરની પુત્રવધુ તેના લગ્નની નવ દિવસ પહેલા અરબપતિ બની ગઈ હતા. બાજવા ઉપરાંત પાકિસ્તાની અનેક નેતાઓની સંપત્તિમાં ઘરખમ વધારો થયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. આવા સમયે જો મોટો ભાંડો ફૂટશે તો પાકિસ્તાનની રાજનીતિમાં એક મોટો ભૂકંપ આવી શકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. IMFએ પોતાની આ શર્તને પૂર્ણ કરવા એટલે કે આ શર્તને માનવા માટે પાકિસ્તાનને બે દિવસનો સમય આપ્યો છે. 9 ફેબ્રુઆરી સુધી પાકિસ્તાને આ અંગેનો જવાબ IMFને આપવાનો રહેશે.

પાકિસ્તાનમાં એક તરફ મોંઘવારી આસમાને છે અને તેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. પાકિસ્તાન ફોરેક્સ રિઝર્વની વાત કરીએ તો, તે દરેક પસાર થતા દિવસે નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. 4 ફેબ્રુઆરીના રોજ દેશનો વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને માત્ર $3.08 બિલિયન થઈ ગયો હતો. જો તમે તેને બીજા શબ્દોમાં સમજીએ તો પાકિસ્તાનની તિજોરીમાં દેશને ચલાવા માટે એક અઠવાડિયા કરતાં પણ ઓછા રુપિયા બચ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓની આયાત ન કરી શકવાને કારણે દેશમાં લોટ-દાળ-ભાત-દૂધથી લઈને ચિકન, ગેસ, દવાઓ જેવી વસ્તુઓની અછત વધી ગઈ છે.

Most Popular

To Top