વડોદરા: ઘનશ્યામ પ્રજાપતિ સમાની વૈભવપાર્ક સોસાયટીમાં રહે છે. તેમણે જણાવ્યુ કે હુ બપોરે 12:45 કલાકે મારા ઘરેથી અમારી બીજી તુલજા ફ્લોર મીલની દુકાન પર મારા પત્નીને લેવા ગયો હતો. ત્યારે હુ ઉતાવળમાં મેન દરવાજાને લોક માર્યા વગર મારી પત્નિને લેવા નિકળી ગયો હતો અને પરત ફરતા મારા ઘરે જોતા લોક ખુલેલ હતુ અને જાળીને અંદર નીચે સ્ટોપર મારેલ હતુ. મારા ઘરની નીચે રહેતા ભાડુઆત રાકેશકુમાર ચાવડાને મે બોલાવ્યા હતા. હુ અને મારા પત્નિ બન્ને ઉપરના માળે મકાનમાં ગયા અને જોયું તો અંદરના રૂમમાં બે કબાટ અને તીજોરી ખુલ્લા હતા અને સામાન વેર વિખેર પડ્યો હતો. જે બન્ને કબાટ અને તીજોરીમાં જોતા મારી પત્ની,દિકરી અને મારી બન્ને વહુના સોનાના દાગીના ગાયબ જોવા મળ્યા હતા. ઘરમાં રાખેલ સોનાના દાગીના કુલ કિંમત રૂ. 4,90,000ની મત્તાની ચોરી થઇ છે. આ અંગે પોલીસે સીસીટીવીમાં 1 વાગે એક યુવક બેગ લટકાવી નિકળતો નજરે પડે છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘરને તાળું ન મારવાની ભૂલ ભારે પડી : 31 લાખના દાગીના ચોરાયા
By
Posted on