Charchapatra

વાહનો સ્ક્રેપ યોજના

હાલમાં જ કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ પ્રધન નીતિન ગડકરીએ એપ્રિલથી કેન્દ્ર અને રાજય સરકારના પરિવહન ભંગમાં અને જાહેર ક્ષેત્રની કંપનીઓના પંદર વર્ષ કે તેથી વધુ જુના તમામ વાહનો પર સ્ક્રેપ યોજના હેઠળ પ્રતિબંધીત થશે અને તેનું રજીસ્ટ્રેશન કાયદેસરનું રદ કરવામાં આવશેઅ ને આ તમામ વાહનોને ભંગારની ગણતરીમાં મુકવામાં આવશે. અહીં જનહિતનો પ્રશ્ન એ છે કે આ યોજનાનો મુખ્ય હેતુ હવાના પ્રદૂષણ ઘટાડવાનો છે તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ અગાઉ વર્ષોથી વર્ષો જુના વાહનો ચાલતા જ હતા તો શું પરિણામે દેશમાં ભયંકર હવા પ્રદૂષણ આવ્યું? એનાથી દેશની જનતાને શું નુકશાન થયું? તેનો સરકાર તર્કબધ્ધ જવાબ અને ખુલાસો આપે. શું આ સ્ક્રેપ યોજનાનો હેતુ માત્ર પ્રદૂષણને દૂર કરવાનો જ છે કે પછી કંઇક બીજો જ છે તે જાગૃત પ્રજાએ વિચારવું જ જોઇએ!
સુરત              – રાજુ રાવલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘કેન્સર’ માટે જવાબદાર ‘નમકીન જંકફૂડ્સ’
મહાન ઓસ્ટ્રોલીયન કેન્સર સર્જન ડૉ. એડવર્ડ હેન્ની સ્મોલપેજ એની કેન્સર ઈટ્સ કોઝ પ્રિવેન્સન એન્ડ ક્યોર’ની બુકમાં કેન્સર માટે જવાબદાર નમકીન ફૂડ્સ ને ગણાવે છે. વધુ પડતો નમકીન ખાદ્ય પદાર્થોનો ઉપયોગ શરીરમાં ‘કોસ્ટીક મીનરલ સોલ્ટ’નું કારણ બને છે જે શરીરમાં રહેલા (લોહીમાં) ફીરેડીકલ સેલ્સને નષ્ટ કરે છે આજે બજારોમાં આ નમકીન ફૂડ્સના પેકેટો વેચાય છે ખાસ કરીને નાના ભૂલકાઓ વધુ ખાય છે એ ખરેખર દુ:ખદની વાત છે. આપણે જાણ્યે અજાણ્યે આ ભૂલકાઓને આ ભયંકર પીડાજનક રોગની તરફ ધકેલ્યે છે અર્થાત્ મોતના મુખમાં ધકેલ્યે છે. આ નમકીન ફૂડ્સ પેકેટ ઉપર ચેતવણીરૂપ ‘સ્વાસ્થ્ય-તંદુરસ્તી માટે હાનીકારક’લખાણ છપાવવું જરૂરી છે. આ ભૂલ્કાઓમાં માબાપોએ આ નમકીન જંકફૂડ્સને બદલે લીલોસુકા ફલોની ઉપયોગની તરફ વાળવો જોઈએ.
સુરત     – મોહસીન તારવાલા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બચત શીખો નાણાની ય ને સંબધોની ય
રોકાણ રુપિયા નું અને સંબંધોનું રોકાણ એટલે ઈન્વેસ્ટમેન્ટ નો મહિમા એટલા માટે છે કે યોગ્ય જગ્યાએ કરેલું રોકાણ ફાયદો કરાવે અને મુશ્કેલી ઊભી થતાં તે કામ આવે.આવકનાં સાધનો ટાંચા હોય તેને માટે આ પ્રશ્ન આવતો નથી. પરંતુ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનાઢય વ્યકિત માટે આવક નો અમુક હિસ્સો અથવા ફરજિયાત બચત નાં સ્વરૂપ માં અમુક રકમ બાજુએ મૂકવી.ઈન્વેસ્ટમેન્ટ માં વ્યાજ દર વધુ હોય તોપણ નાણાં કેટલા સુરક્ષિત રહી શકે છે તે મુદ્દો પણ મહત્વ નો છે.આમ, રોકાણ માં વળતર ની સાથે નાણાં કેટલાં સેઈફ છે તે પણ જોવાય છે.માનવ સંબંધોનુ પણ તેવું જ છે. લાગણીઓમાં ખોટી જગ્યાએ કરેલું રોકાણ માત્ર મૂશ્કેલીઓ જ વધારે છે. અને સાચી રીતે કરેલું રોકાણ ‘  જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ‘  ભી, કે જેમ ફળદાયી નીવડે છે.
સુરત     – વૈશાલી શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top