નવી દિલ્હીઃ અદાણી ગ્રુપને (Adani Group) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રૂપે તેનો FPO રદ (FPO Canceled) કર્યો છે. હવે અદાણી ગ્રુપ રોકાણકારોના (Investors) પૈસા પરત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અદાણી ગ્રૂપે 20 હજાર કરોડનો FPO રદ કર્યો છે. FPO રદ કરવા અંગે અદાણી ગ્રુપનું નિવેદન પણ સામે આવ્યું છે. અદાણી ગ્રુપે કહ્યું છે કે બજારના ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપનો આ FPO લોકોએ લીધો હતો અને તેને ઓવરસબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર FPO પાછી ખેંચવાનો આ નિર્ણય રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
અદાણી ગ્રુપના શેરમાં કડાકો, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 28.45 ટકાનો ઘટાડો થયો
અદાણી સમૂહની કંપનીઓના શેર બુધવારે નીચે ગબડયા હતા અને છેલ્લા 5 સત્રોમાં તેમની કુલ માર્કેટ કેપિટલના રૂ. 7 લાખ કરોડથી વધુ ગુમાવ્યા હતા, અમેરિકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલથી ઉપજેલી ચિંતાઓ વચ્ચે આ ઘટાડો જોવા મળ્યો હતો.24 જાન્યુઆરીના રોજની માર્કેટ વેલ્યુની સરખામણીમાં અદાણી સમૂહના શેરોમાં 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, ઉલ્લેખનીય છે કે તે દિવસે જ હિન્ડનબર્ગનો અહેવાલ રજૂ થયો હતો.હિન્ડનબર્ગે પોતાના અહેવાલમાં કેટલાંક આરોપ લગાવ્યા હતા જેમાં વ્યવહારોમાં છેતરપિંડી અને શેરની કિંમતોનું મેનિપ્યુલેશન સામેલ છે, આ અહેવાલ બાદ અદાણી સમૂહના શેર ઊંધે માથે નીચે પટકાયા હતા.
કોલેટરલ તરીકે અદાણી જૂથના બોન્ડ સ્વીકારવાનું બંધ કરી દીધું
ગઈ કાલે અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓ સફળતાપૂર્વક બંધ થયા બાદ રોકાણકારોને રાહતની આશા હતી ત્યારે આજે એવા સમાચાર બહાર આવ્યા હતા કે ક્રેડિટ સુઇસે તેના ખાનગી બેન્કિંગ ગ્રાહકોને માર્જિન લોન માટે કોલેટરલ તરીકે અદાણી જૂથના બોન્ડ સ્વીકારવાનું બંધ કરી દીધું છે ત્યારે વધુ એક આંચકો લાગ્યો હતો. જૂથ વિશે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ત્યાં સુધી ધૂળ ન ભરાય ત્યાં સુધી આ કંપનીઓથી દૂર રહેવું સમજદાર લાગે છે, “તેમણે ઉમેર્યું.
અમે સરકારમાં ખાસ કંપનીથી સંબંધિત મુદ્દાઓ પર પ્રતિક્રિયા નથી આપતા
બીજી બાજુ કેન્દ્ર સરકારે અદાણી સમૂહ પર લગાવેલા આ આરોપો પર ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તે વ્યક્તિગત કંપનીની બાબતમાં ટિપ્પણી નથી કરતી.‘અમે સરકારમાં ખાસ કંપનીથી સંબંધિત મુદ્દાઓ પર પ્રતિક્રિયા નથી આપતા’, એમ આર્થિક બાબતોના સચિવ અજય સેઠે બજેટ બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને મંગળવારે અદાણી ગ્રુપના શેરોમાં ઘટા઼ડાની અસર પર ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો હતો.
બુધવારના ટ્રેડીંગ સત્ર બાદ અદાણી ગ્રુપની તમામ કંપનીઓ નેગેટીવ ટેરીટોરીમાં પહોંચ્યા હતા જ્યારે તેની 3 કંપનીઓ તેમની સૌથી નીચલી કિંમત પર પહોંચી હતી.અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 28.45 ટકાનો કડાકો બોલ્યો હતો અને તે રૂ. 2128.70 પર બંધ થયો હતો