Sports

T20ના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત, ન્યુઝીલેન્ડને ખરાબ રીતે કચડી નાખ્યું

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સૃખાલામાં અંતિમ ત્રીજી અને નિર્ણાયક મેચની જીત સાથે ભારેતે હરીફ ટીમની બુરી રીતે કચડી નાખ્યું હતું. અને આ સાથે જ ભારતે સૌથી મોટા માર્જિનની (Large Margins) જીત પણ નોંધાવી હતી. ભારતે આ શ્રેણી ઉપર 2-1થી કબ્જો જમાવ્યો હતો.ટીમ ઈન્ડિયાએ T20 ફોર્મેટમાં આ સતત 8મી શ્રેણી જીતી છે. અમદાવાદમાં (Ahmedabad) રમાયેલી શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતે હરીફ કિવીની ટીમને 168 રને હરાવ્યું હતું.તો બીજી તરફ મેચમાં પ્રથમ રમતા ભારતે T20 ઈન્ટરનેશનલમાં તેનો પાંચમો સર્વોચ્ચ સ્કોર 234 રન બનાવ્યા હતા.આટલા મોટા પહાડ જેવા સ્કોરને ચેઝ કરવા માટે ઉતરેલી કીવીની ટિમ 12 ઓવર સુધી જ મુકાબલાને ખેંચી શકી હતી. અને 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી.ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 29 જૂન 2018ના રોજ આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું.

શુભમ ગીલની તોફાની ઇનિંગથી દર્શકો હચમચી ગયા હતા
ભારતીય ટીમના કપ્તાન હાર્દિક પંડયા એ ટોસ જીતી પહેલે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સલામી બેટ્સમેન પૈકી ઈશાન કિસન માત્ર 1 રન બનવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે ત્યાર પછીના ક્રમે બેટિંગ ઉપર આવેલા શુભમ ગીલે વનડેની માફક તેનું ફોમ T-20 મેચની ફોર્મેટમાં પણ જાળવી રાખ્યું હતું. અને તેની નોંધ લેવડાવી હતી. તેમણે 63 બોલમાં 126 નોટ આઉટ રહીને નૈવો કિર્તીમાન સાથપિત કર્યો હતો. અને આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ પણ 22 બોલમાં 44 રન કરીને શુભમનો સાથ આપ્યો હતો. આ સાથે ગિલ ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર 7મો બેટ્સમેન બન્યો છે. આ પછી આજે બોલિંગમાં ભારતના ફાસ્ટ બોલરો ધૂમ મચાવી રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4, અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી.

હાર્દિકની અજેય કેપ્ટનશીપનો સિલસિલો ચાલુ રહ્યો
કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો સિરીઝ જીતવાનો અણનમ સિલસિલો ચાલુ છે. તેણે પોતાની કપ્તાનીમાં આ સતત ચોથી T20 સિરીઝ જીતી છે. કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે 12 મેચમાં ભારતની કપ્તાની કરી છે જેમાંથી તેને માત્ર બેમાં જ હાર મળી છે. તેની કપ્તાનીમાં ભારતે કુલ 8 મેચ જીતી છે અને બે મેચ અનિર્ણિત રહી છે.

T20ના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત
T20 ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત અને ન્યૂઝીલેન્ડની સૌથી મોટી હાર છે. ભારતનો અગાઉનો રેકોર્ડ 143 રને જીતનો હતો. ટીમ ઈન્ડિયાએ 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું. તો, ન્યૂઝીલેન્ડની ટીમ અગાઉ 2010માં પાકિસ્તાન સામે 103 રનથી હારી ગઈ હતી.

Most Popular

To Top