નવી દિલ્હી : બોક્સ ઓફિસ (Box office) ઉપર ધમાલ મચાવી રહેલી ફિલ્મ ‘પઠાણ’ (Pathan) જોઈને દર્શકો ઘણા ખુશ છે..આખરે ખુશ કેમ ન હોઈ બૉલીવુડના કિંગ ખાને (King Khan) સિલ્વર સ્ક્રીન ઉપર આવતા ચાર વર્ષ લીધા હતા. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદનમા (Siddharth Anand) નિર્દેશનમાં બની છે. એક્શન પેકેટ ફિલ્મ જોઈને પૈસા વસુલ એવી પણ ફીલિંગ આવે છે. દર્શકોએ પણ ચોધાર પ્રેમ ‘પઠાણ’ ઉપર વર્ષાવ્યો છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા સ્ટારોના અભિનયથી બનેલી આ ફિલ્મ રિલીઝિંગના પાંચ દિવસોમાં જ બોક્સ ઓફિસ ઉપર અનેક રેકોર્ડ બ્રેક કરી ચુકી છે.ફિલ્મ પણ હવે 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે.’પઠાણ’ને મળેલી સફળતા બાદ શાહરુખ ખાન,દીપિકા પાદુકોણ અને જોન અબ્રહામ મીડિયા સામે આવ્યા હતા. જ્યાં સિદ્ધરથ આનંદે પઠાણ-2 બનાવવાની જાહેરાત કરી દીધી હતી.
દર્શકોને નવો ઉપહાર તરીકે મળશે ‘પઠાણ’-2
હવે દર્શકોને નવો ઉપહાર મળશે.’પઠાણની ગ્રાંડ સક્સેસ બાદ હાલમાં જ શાહરુખ ખાન,દીપિકા પાદુકોણ અને જોન અબ્રહામ મીડિયા સાથે રૂબરૂ થયા હતા. પ્રેસ કોન્ફ્રન્સમાં મીડિયા સાથે સવાલ જવાબનો પણ દોર લમ્બો ચાલ્યો હતો. આ દરમ્યાન અહીં ઉપસ્થિત રહેલા સિધાર્થ આનંદે કિંગ ખાનના ફેન્સને નવો ઉપહાર આપવાનું નક્કી કર્યું હતું અને તેને ઘોષણા કરી દીધી હતી કે તેઓ ‘પઠાણ’-2 પણ બનાવવા જઈ રહ્યા છે.
‘પઠાણે’ ‘KGF 2’ અને ‘બાહુબલી 2’ને પછાડી
આ સાથે ‘પઠાણે’ ‘KGF 2’ અને ‘બાહુબલી 2’ને પછાડીને 200 કરોડની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે જ સમયે, હવે ફિલ્મની કમાણીના પાંચમા દિવસની કમાણીનો આંકડો પણ સામે આવી ગયો છે. ફિલ્મ ‘પઠાણ’ ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ 100 દેશોમાં 8000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. પાંચમા દિવસે પણ ‘પઠાણ’નું આકર્ષણ ચાલુ રહે છે. આ ફિલ્મે પાંચ દિવસમાં 500 કરોડનો બિઝનેસ કર્યો છે. અને રવિવારે ફિલ્મે 58.50 કરોડનો બિઝનેસ કર્યો હતો.
ફિલ્મ હિટ થયા બાદ કિંગ ખાનનું પહેલું રિએક્શન સામે આવ્યું
ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ ‘પઠાણ’એ રવિવારે 60 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં જ શાહરૂખ ખાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અભિનેતા શાહરૂખ ખાને મુંબઈમાં મીડિયાસાથે વાતચીત કરતા કહ્યું કે ‘પઠાણ’ ફિલ્મને સપોર્ટ કરવા બદલ અમે તમારા બધા દર્શકો અને મીડિયાના ખૂબ ખૂબ આભારી છીએ. તે છતાં પણ એવી બાબતો હતી જેના કારણે ફિલ્મની રિલીઝ અટકી શકી હોત.અને આ સાથે તેમેણે ફોન કરીને ફિલ્મને રિલીઝ થવા માટે વિનંતી કરી હતી.