Charchapatra

ખત્રી નું ‘તપેલું’

વિશ્વમાં એક એવી વાનગી હશે કે,જે વાસણમાં બનાવવામાં આવે છે, તે વાસણના નામથી વાનગી ઓળખાતી હોય,એ વાનગીને ‘તપેલું’ કહેવામાં આવે છે. ખત્રીનું ‘તપેલું એક નોનવેજ વાનગી છે. મોટા તપેલાંમાં બનાવવામાં આવતું હોવાથી તેને ‘તપેલું’ કહેવામાં આવે છે. તપેલાં સાથે ખાસ પ્રકારની પુરી હોય છે.જે ‘તાડીવાળી પુરી’ કહેવાય છે. તપેલું ઈંટની ચુલ પર લાકડાના ઇંધણ પર બનાવવામાં આવે છે. તપેલું’ ખત્રી જ્ઞાતિમાં શુભપ્રસંગ જેવાકે લગ્ન પ્રસંગ,અઘરણી,નામકરણ વિધિ કે વિદાય પ્રસંગ માં બનાવવામાં આવે છે.

નોનવેજ ખાનાર ‘જગતિયા’અને વેજ ખાનાર ‘ભગતિયા’ કહેવાય છે. તપેલુ’બુફે માં જમી શકાય નહી, જમણવારમાં પંગતમાં કે ટેબલ-ખુરશી પર જમાડવામાં આવે છે.’તપેલું જમણવારમાં ડિશ કે થાળીમાં પીરસવામાં આવતુ નથી પણ બાજ-દડીયા માં પીરસવામાં આવે છે.’તપેલું બનાવનારને રસોઇયા કે કુક કહેવામાં આવતા નથી.તેને ‘તપેલાંમાસ્તર’ કહેવામાં આવે છે.પહેલાના સમયમાં ખત્રી જ્ઞાતિમાં લગ્ન પ્રસંગ માં લગ્નના આગળના દિવસે વેજ જમણવાર યોજાતો,લગ્ન પછી રણીયા દેવ-માટલા વિદાય કરવામાં આવે ત્યાંરે ‘તપેલું’બનાવવામાં આવતું હતું તે ‘પૂછડું’ તરીકે પ્રસિદ્ધ હતું.’ખત્રીનું તપેલું’એકમાત્ર વિશ્વ પ્રસિદ્ધ સુરતી નોનવેજ વાનગી છે.!
સુરત     – કિરીટ મેઘાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મારે કાંઇક કહેવું છે
શું મરદ નારીને ઓળખે છે? શું એ બાળા ને નારીનો ફરક સમજે છે. હવે તો વર્તમાનપત્ર વાંચવાનું પણ મન થતું નથી. રોજબરોજ નાની બાળાઓ પીંખાય છે. શું મરદની આ મર્દાનગી છે? શું એની વાસના એટલી હદ વટાવે છે કે એને બાળામાં માત્ર સ્ત્રી જ દેખાય છે. રોજ રોજ છાપામાં આવા સમાચાર વાંચી કાળજું વિંધાય છે. કારણ સામાન્ય લાગણીશીલ માણસના શરીરમાં મન છે, કાળજું છે. શું ખરેખર કળિયુગમાં આવું બધું થવાનું છે? આ કળિયુગનો અંત કયારે આવશે? આજે સ્ત્રી ભણીગણીને કયાં ને કયાં પહોંચી ગઇ છે અને એ જ સ્ત્રીની પ્રથમ અવસ્થા બચપણ, અલ્લડપણું છિનવી લેતા આવા મરદને શું કહીએ? એના કરતાં તો દાનવ સારા. આપણો દેશ આજે બીજા દેશો કરતાં પણ પ્રગતિ કરી રહ્યો છે. પણ આવા વાસનાયુકત માણસો દેશને કાલિમા લગાવે છે. આ બધું કયારે મટશે? ખરેખર ભગવાન છે? આ સવાલ મગજમાં ઘૂંટાય છે. એક જ પ્રાર્થના કે હે ભગવાન, આવા શેતાનોને સજા કર.
સુરત              – સુલભા સાવરકર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top