સુરત: સુરતમા (Surat) પાંડેસરાના વડોદ ગામમાં ગેસ (Gas) ગૂંગળામણથી 5 સભ્યનો પરિવાર બેભાન (Unconscious) થઈ ગયો હતો. પરિવારમાં 14 વર્ષની બાળકીનું મોત થયું હતું. જાણકારી મુજબ સુરતના વડોદ ગામમાં ઘરકામ કરતી મહિલાએ એકાએક રવિવારની સવારે ઘરનો દરવાજો ન ખોલતા પાડોશીને શંકા જતાં તેણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ઘરમાંથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડતા જ આખે આખો પરિવાર જમીન ઉપર બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. આ ઘટનાના પગલે 14 વર્ષીની એક બાળકીનું મોત થયું હતું. તેમજ પરિવારના બીજા સભ્યને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
પાંડેસરાના વડોદ ગામમાં 5 સભ્યોનો એક પરિવાર ગેસ લીકેજના કારણે ગૂંગણામણથી આખો પરિવાર બેભાન થઈને જમીન ઉપર ઢળી પડયો હતો. આ ઘટનામાં 14 વર્ષની બાળકી અંજલિ (ઉં.વ. 14) કે જે ઘોરણ 8ની વિદ્યાર્થીની છે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ મહિલા સહિત ત્રણ બાળકો દેવાંશી (ઉં.વ 4), નેન્સી (ઉં.વ 2 ) તેમજ ચંદન (ઉં.વ 10) ને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જાણકારી મુજબ આ પરિવાર યુપીનો હતો.પરિવાર યાદવ સમાજનો હોય સમગ્ર યાદવ સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો.