Gujarat

સુરત મનપાના મસમોટા 14 પ્રોજેકટનુ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન

સુરત: (Surat) સુરત આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમક્ષ મનપાના પદાધિકારીઓ, કમિશનર, તમામ ધારાસભ્યો અને સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓની હાજરીમાં સુરત મનપા દ્વારા હાથ ધરાયેલા 14 મેગા પ્રોજેકટનું (Project) પ્રેઝન્ટેશન કરાયું હતું. આ મીટીંગમાં સુરતના નેતાઓ મુખ્યમંત્રી સમક્ષ સુરતની તળીયા જાટક તિજોરી બાબતે વાત કરીને સરકાર પાસેની પેન્ડીંગ ગ્રાન્ટ છુટી કરવા અને સમયના તકાજાને ધ્યાને રાખી ગ્રાન્ટ વધારવાની માંગણી કરવાની હીંમત કરી શકયા નહોતા.

  • મનપાના મસમોટા 14 પ્રોજેકટનુ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન જોકે, ગ્રાન્ટ માંગવાની હીંમત શાસકોએ કરી નહીં
  • સમયના તકાજાને ધ્યાને રાખી શાસકો ગ્રાન્ટ વધારવાની માંગણી કરવાની હીંમત કરી શકયા નહોતા
  • મુખ્યમંત્રીએ શહેરી વિકાસ સચીવને મળીને આ પ્રોજેકટ પૈકી પ્રાથમિકતા નકકી કરવા ટકોર કરી

મુખ્યમંત્રી સુરત આવવાના હોવાથી સરકીટ હાઉસ ખાતે મનપાના પદાધિકારીઓ તેમજ તમામ ધારાસભ્યોને સાથે રાખી મીટીગ નકકી થતા સુરત માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ રાજય સરકાર પાસેથી કોઇ પેન્ડીંગ ગ્રાન્ટની માંગણી કરશે. અથવા તો જકાતની ગ્રાન્ટમાં વધારો માંગશે, અન્ય કામો માટે પણ મજબુતાઇથી ગ્રાન્ટ વધારવા મુખ્યમંત્રીને મનાવી લેશે તેવુ વાગતુ હતું જો કે પોણો કલાક સુધી ચાલેલી મીટીંગમાં માત્ર સુરતના 14 મેગા પ્રોજેકટનુ પ્રેઝન્ટેશન જ ચાલ્યુ હતુ તેમજ કયા પ્રોજેકટમાં કેટલો ખર્ચ થાય તેમ છે તેનો અંદાજ રજુ કરાયો હતો. મુખ્યમંત્રીએ મનપાના પદાધિકારીઓને ગાંધીનગર આવી શહેરીવિકાસ વિભાગના અગ્રસચીવ સાથે મીટીંગ કરીને આ પ્રોજેકટ પૈકી પ્રાથમિકતા નકકી કરી આગળ વધવા સુચન કર્યુ હતું.

Most Popular

To Top