મહિન્દ્રાની મજબૂત બોલેરો SUV નવા અવતારમાં લોન્ચ – Gujaratmitra Daily Newspaper

Business

મહિન્દ્રાની મજબૂત બોલેરો SUV નવા અવતારમાં લોન્ચ

નવી દિલ્હી: ભારતીય કાર ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (Mahindra And Mahindra) તેની સૌથી લોકપ્રિય SUV બોલેરોને ફરી એકવાર નવા અવતારમાં બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ આજે બોલેરો નિયોનું (Bolero Neo Limited Adition) નવું લિમિટેડ એડિશન મૉડલ લૉન્ચ કર્યું હતું. આ લિમિટેડ એડિશન Bolero Neoની કિંમત 11.50 લાખ થી શરૂ થાય છે. નવા મોડલની આ કારની કિંમત રેગ્યુલર મોડલ કરતા થોડી વધારે છે. પરંતુ આ નવા મોડલમાં ગ્રાહકોને લક્ઝુરીયસ ફિચર્સ મળે છે. જે કારને વધુ આકર્ષક બનાવે છે.

બોલેરો નીઓ લિમિટેડ એડિશનમાં શું ખાસ છે?
બોલેરો નીઓના લિમિટેડ એડિશન મોડલના એક્સિટીયરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ ડીપ સિલ્વર શેડમાં LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સ ઉપરાંત રૂફ રેલ્સ, ફોગ લેન્સ અને સ્પેર વ્હીલ કેપ ફીટ કરી છે. SUVના એક્સટીરિયરમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જેથી તેની મજબૂત જળવાઈ રહે છે. આ ઉપરાંત કંપનીએ SUVના ઇન્ટિરિયરમાં ખાસ ફીચર્સ ઉમેર્યા છે. કારની કેબિનમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે બ્લુસેન્સ કનેક્ટેડ કાર ટેક્નોલોજીથી સજ્જ છે. તે ઉપરાંત રિવર્સિંગ કેમેરા, ક્રૂઝ કંટ્રોલ, મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ (માઉન્ટેડ કંટ્રોલ સાથે), સેન્ટર કન્સોલ અને સિલ્વર ફિનિશ સાથે આર્મરેસ્ટનો સમાવેશ કરાયો છે. ટુ-ટોન ફોક્સ લેધર સીટ અપહોલ્સ્ટરી તેમજ આગળ અને પાછળની આર્મરેસ્ટ્સ અને ડ્રાઇવર અને આગળના પેસેન્જર માટે લમ્બર સપોર્ટ વગેરે તેને વધુ સારું બનાવે છે.

બોલેરો નિયોના એન્જિનની કેપિસીટીમાં કોઈ ફેરફાર નહીં
મહિન્દ્રા કંપનીએ આ લિમિટેડ એડિશનના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નવી SUVમાં પણ 1.5-લિટર ક્ષમતાનું mHawk 100 ડીઝલ એન્જિન જ આપવામાં આવ્યું છે, જે 100 bhpનું મહત્તમ પાવર આઉટપુટ અને 260 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપની Mahindra Bolero Neoના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં પહેલાથી જ ઘણી એડવાન્સ ફીચર્સ ઓફર કરી રહી છે. તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે (MID) સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવી સુવિધાઓ મળે છે. તમને જણાવી દઈએ કે Mahindra Neoના રેગ્યુલર મોડલની કિંમત 9.48 લાખ રૂપિયાથી લઈને 11.99 લાખ રૂપિયા સુધીની છે.

Most Popular

To Top