વડોદરા : વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય આર્મી 2 શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના 100 થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા હતા અને પરીક્ષા દરમિયાન મુઝવતી સમસ્યાઓને ચિત્રો થકી રજૂ કરી હતી.વડોદરામાં યોજાયેલ એક્ઝામ વોરિયર’ થીમ પર યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં કેન્દ્રીય વિધાયલય , સીબીએસસી બોર્ડ, રાજ્ય બોર્ડ અને નવોદય વિદ્યાલયના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની રચનાત્મક અભિવ્યકતિ કરીને વૈવિધ્યભર ચિત્રો દોર્યા હતા.નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ વિદ્યાર્થીઓને મહાન નેતાજીના જીવન પર પ્રેરણા આપવા અને તેમનામાં દેશભક્તિની ભાવના કેળવવા માટે તેની સાથે જ, વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે પ્રયાસોના ભાગ રૂપે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયકોએ વિધાર્થીઓએ દોરેલા ચિત્રોમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોની પસંદગી કરી હતી.
કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય અને નિર્ણાયકો ના હસ્તે શ્રેષ્ઠ પાંચ ચિત્રો દોરનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો અને એક્ઝામ વોરિયરનું પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત સ્પર્ધામાં સહભાગી વિધાર્થીઓને એ પ્રમાણપત્રો આપવામાં આવશે.તેમજ શ્રેષ્ઠપાંચ કૃતિઓમાં સુમન યાદવ – KV નં.2, આર્મી વડોદરા , હિતાંશ સુનિલ દરજી – પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ વાઘોડિયા ,તનુષ્ય કાર્તિક – નવરચના ઉચ્ચતર માધ્યમિક શાળા, સમા, વડોદરા , મિશ્રી ધરસંડિયા – સેન્ટ કબીર ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા ,ઓશિકા મનોહર લાલ શર્મા – અમેરિકન સ્કૂલ ઓફ બરોડાનો સમાવેશ થાય છે.આ પાંચ વિધાર્થીઓએ દોરેલા ચિત્રો રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે.