નવી દિલ્હી : હાલ ભારતમાં ભલે કોરોના વાયરસનો (Corona Virus) પ્રકોપ ઓછો થયો હોય પણ બીજી તરફ નવો વાયરસ માથું ઉંચકી રહ્યો છે. જેને દેશ માટે ટેંશન વધારી દીધું છે. ચીન સમેત અન્ય દેશોમાં હાલ કોરોનાનો કહેર બરકરાર છે ત્યારે કેરલ રાજ્યમાં હવે નવો વાઇરસે દસ્તક દેવાનું શરુ કરતા ત્યાંની સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. યાદ રહે કે આથી પહેલા પણ જયારે કોરોના વાયરસની એન્ટ્રી થઇ હતી ત્યારે પણ સૌ પ્રથમ કેસ કેરલમાં (Kerala) જ નોંધાયો હતો.અને હવે નોરોવાયરસ (Norovirus) સતત ટેંશનનું કારણ બની ગયો છે.
કેરલના એર્નાકુલમ રાજ્યમાં નોંધાયા હતા કેસો
નોરોવાયરસનું સંક્ર્મણને કારણે સરકારની ચિતામાં લગાતાર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પાંચ નવા કેસો હવે નોંધાઈ ગાય છે. જેની સત્તાવાર પુષ્ટિ પણ થઇ છે. આ વાયરસની ઝપેટમાં આવેલા ત્રણ બાળકોનો ઈલાજ હાલ ચાલુ જ છે. કેરલના એર્નાકુલમ જિલ્લામાં આવેલી એક શાળામાં એક સાથે 65 જેટલા બાળકોને ઝાડા ઉલ્ટીઓ શરુ થઇ જતા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
ચેપના ડરથી શાળા બંધ રાખવાનો નિર્ણય
નવા દેખાયેલા નોરોવાયરસના પ્રકોપ અને તેના ડરને લીધી સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આગામી બે-ત્રણ દિવસ સુધી ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે બાળકો સિવાય કેટલાક માતા-પિતામાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. શું તમે જાણો છો નોરોવાયરસ શું છે? આ ચેપના લક્ષણો શું છે. શું તેની સારવાર શક્ય છે?
નોરોવાયરસ સંપર્ક દ્વારા ફેલાય છે, જાણો તેના વિશે
નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે. નોરોવાયરસને વિન્ટર વોમિટીંગ બગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોવોવાયરસ ચેપમાં વ્યક્તિને ગંભીર ઉલ્ટી અને ઝાડા થાય છે. ઘણા લોકો નોરોવાયરસને ‘પેટ ફ્લૂ’ તરીકે પણ ઓળખે છે. જો કે, તેને ફ્લૂ અથવા ઈન્ફલ્યુએન્ઝા સાથે કોઈ લેવાદેવા નથી. તે એક ચેપગ્રસ્ત વ્યક્તિથી સંપર્કમાં રહેલી બીજી વ્યક્તિમાં ખુબ ઝડપથી ફેલાય જાય છે.
કેરલ સરકારે અગમચેતીના પગલાં લેવાનું શરુ કર્યું
હાલ તો એમ જ કહી શકીયે કે ભારતમાં કોરોના વાયરસના કેસ ચોક્કસપણે ઓછા થયા છે. પરંતુ વધુ એક નવા વાયરસે દેશમાં તણાવ વધાર્યો છે. ચીન સહિત વિશ્વના ઘણા વિસ્તારોમાં કોરોના હજુ પણ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતના કેરળ રાજ્યમાં નોરોવાયરસ નામના નવા વાયરસે દસ્તક આપી દેતા ત્યાંની સરકાર અગમચેતીના પગલાં લેવાના શરુ કરી દીધા છે.