Business

પહેલા ધડામ અને હવે અપ: શેર માર્કેટે ઉઘડતા અઠવાડીયે જ બદલી તેની ચાલ

નવી દિલ્હી : છેલ્લા એક અઠવાડિયાથી શેર માર્કેટના (Share Market) હાલ બુરા રહ્યા હતા. માર્કેટ લગાતાર ડાઉન થઈને બંધ થઇ રહ્યું હતું.જોકે આ અઠવાડિયાના પહેલા દિવસે એકદમ જબરદસ્ત કહી શકાય તેવો વેપાર કર્યો છે. સોમવારે સેન્સેક્સ (Sensex) અને નિફટી (Nifty) બનેમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સાંજે લગભગ 3:30 વાગે માર્કેટ બંધ થયાના સમયે સેન્સેક્સ 300 અંકોના ઉછાળા સાથે 60 હજાર 922 પોઇન્ટ ઉપર પહોંચ્યો છે અને નિફટી કુલ 87 અંકોના વધારા સાથે 19 હજાર 062 ઉપર પહોંચી ગયો છે.અને આ રીતે માર્કેટ બાઉન્સ બેક (Bounce Back) થયું છે.

સોમવારે બજાર તેજ રરફ્તારની સાથે ખુલ્યું હતું
બોમ્બે સ્ટોક એકિચેઈન્જ અને સેન્સેક્સ 240.68 પોઈન્ટના વધારા સાથે 60,862.45 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટીમાં પણ સોમવારે સવારે તેજી જોવા મળી હતી. NSE નિફ્ટી 76.55 પોઈન્ટના વધારા સાથે 18,104.20 પર ખુલ્યો હતો. સોમવારે શરૂઆતના કારોબારમાં બેન્કિંગ શેરોમાં સારી તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરો પર નજર કરીએ તો 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળ્યો હતો. ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, HDFC બેન્ક, SBI અને ટાટા સ્ટીલમાં સેન્સેક્સમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સનો શેર 2 ટકાના ઉછાળા સાથે રૂ. 410 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો NTPC, ITC, એશિયન પેઇન્ટ વગેરેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રેડ ઝોનના માર્ક સાથે ગત અઠવાડિયે બંધ થયું હતું બજાર
ગયા અઠવાડિયાની શેર માર્કેટની હાલત ઉપરર એક નજર કરીએ તો રેડ ઝોનના ટીકમાર્ક સાથે માર્કેટ બંધ થયું હતું. અઠવાડિયાના છેલ્લા દિવસે કારોબાર સારો રહ્યો ન હતો તેવું કહેવાય છે. એક તરફ સેન્સેક્સ 229 અંક તૂટ્યો હતો અને તે ઘટીને 60 હજાર 628 અંકે પહોંચી ગયો હતો. અને નિફટી પણ 86 પોલિન્ટ જેટલો નીચો જતા 18 હજાર 972 પોઇન્ટ ઉપર બંધ થતા રોકાણ કરોને નુકશાનનો સામનો કરવો પડ્યો હતો…

હવે માસિક સમાપ્તિ બુધવારે થશે
શેર માર્કેટના જાણકારોનું માનવું છે કે માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે બ્રોકરેજમાં પણ અસ્થિરતા જોવા મળી શકે છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે ગણતંત્ર દિવસના કારણે ઓછા ટ્રેડિંગ સેશન જોવા મળશે. આ કિસ્સામાં જાન્યુઆરી મહિના માટેના ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ 25 જાન્યુઆરી બુધવારના રોજ સેટલ થશે.

આગામી મહિનામાં બજારની દિશા વિદેશી બજારો પર નિર્ભર રહેશે
શેર માર્કેટનું એનલાઈઝ કરનારા વિષેસગ્યોએ વધુમા જણાવ્યું હતું કે માર્કેટનું વૈશ્વિક વલણ પણ અસ્થિર છે અને તેમાં કોઈ દિશા નથી. જો કે, વૈશ્વિક બજારમાં કોઈપણ મોટી હિલચાલ આપણા બજારોને પણ અસર કરી શકે છે. આ મહિનાના પ્રથમ પખવાડિયામાં આક્રમક વેચવાલી બાદ છેલ્લા કેટલાક દિવસોમાં FIIનું વેચાણ સાધારણ થયું છે. બજારની દિશા માટે સંસ્થાગત પ્રવાહ મહત્વપૂર્ણ રહેશે. Q3 પરિણામોની સિઝન ચાલી રહી હોવાથી, અમે શેર અને સેક્ટર વિશિષ્ટ હિલચાલ જોઈ શકીએ છીએ.

Most Popular

To Top