Charchapatra

પ્રેમમાં ગેરસમજ

હમણા હમણા સમાચારપત્રોમાં ઘણી વખત વાંચવામાં આવે છે કે અમુક યુવાનને અમુક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. પરંતુ વડીલોેને માન્ય ન હોવાથી તે શકય બનતું નથી એટલે યુવાન કે યુવતી અગર બંને વ્યકિત આત્મહત્યા કર છે. અગર કોઇ યુવક કે યુવતીને એક તરફથી પ્રેમ હોય અને તે પ્રેમ નિષ્ફળ જાય તો પણ આત્મહત્યાના બનાવો બને છે. આ જગતમાં અસંખ્ય મનુષ્યો એવા છે જેઓ એમ માને છે કે તેઓ કોઇ યુવતી કે યુવકને એટલો બધો પ્રેમ કરે છે. તેના વગર તેને તેની જીદંગી અધૂરી લાગે છે. અરે! ઘણા તો એમ િવચારે છે કે તે પાત્ર વગર તે જીવી શકે એમ જ નથી. અને તેમાં એવી પરિસ્થિતિનો ઉદભવ થાય છે કે આત્મહત્યા સુધીના િવચારો આવે છે.

પરંતુ યુવક યુવતીઓએ સમજવાની જરૂર છે કે પ્રેમ તો ખરેખર સ્વતંત્ર પસંદગી સાથે સંબંધ ધરાવે છે. તેઓ વિચારતા નથી કે પ્રેમનો સંબંધ મજબૂરી કે જરૂરીયાતો સાથે કેવી રીતે વિચારી શકાય! ખરૂ તો એને જ કહેવાય જે બે વ્યકિતઓ એકમેક વિના રહી શકવા સક્ષમ હોય અને પછી એકમેક સાથે રહેવાની પસંદગી કરે, ત્યારે જ બંને વચ્ચે સાચો પ્રેમ છે એમ કહેવાય.યુવક કે યુવતીએ પહેલા તો પ્રેમ મેળવવા પોતાની જાતને તૈયાર કરવી પડે. આપણે પ્રેમ પામવા ઝંખ્યા કરીએ કે અપેક્ષાઓ રાખ્યા કરીએ તેનાથી માત્ર પ્રેમ મળી જતો નથી. આ બાબતો યુવકયુવતીએ િવચારી જોઇએ. એવું મારુ માનવું છે.
અમેિરકા- પ્રવીણભાઇ દીક્ષિત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top