નવી દિલ્હી : પોલેન્ડથી (Poland) ગ્રીસ જઈ રહેલા રાયનીયર એરલાઇન્સના (Rainier Airlines) વિમાનમાં રવિવારે બોમ્બ (Bomb) હોવાની માહિતીથી સનસની ફેલાઈ ગઈ હતી. જેને લઈને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે ગ્રીક સંરક્ષણ મંત્રાલયના સૂત્રએ આ ઘટના અંગેની માહિતી આપી છે. આ વિમાનમાં 190 થી વધુ મુસાફરો હતા.જેમને ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાની જાણ થઇ હતી જેને લઇ તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા.
- ગ્રીક સંરક્ષણ મંત્રાલયના સૂત્રએ આ ઘટના અંગેની માહિતી આપી
- પ્લેનને એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું
- બોઇંગ 737 ને અગાઉ હંગેરિયન યુદ્ધ વિમાનો દ્વારા એસ્કોર્ટ કરાયું
પ્લેનને એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું
રાયનીયર આ વિમાન ગ્રીસ જઈ રહ્યું હતું તેજ સમયે આ સમાચાર એરલાઈંસના મેમ્બરને મળ્યાં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. આ બોમ્બની મુકાયાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ધોરણે એલર્ટ થઈ ગઈ હતી. આ ખબરને લઈને ક્રૂનો તુરંત જુ સંપર્ક કરવામાં આવ્યો હતો. એરક્રાફ્ટની સુરક્ષા માટે ગ્રીક યુદ્ધ વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પ્લેનને એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. હવે તેની તપાસ કરવામાં આવી રહી છે.વિમાનના લેન્ડિંગની સાથે જે તેમાં ડોગ સ્કોવર્ડ અને બૉમ્બને ડિફ્યુઝ કરવા માટેનો સ્કોડ શોધખોળમાં લાગી ગયો હતો.
બોઇંગ 737 ને અગાઉ હંગેરિયન યુદ્ધ વિમાનો દ્વારા એસ્કોર્ટ કરાયું
આ ઘટના અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તર મેસેડોનિયાથી ગ્રીક એરસ્પેસમાં પ્રવેશતા જ બે એફ-16 જેટ વિમાન સાથે ઉડાન ભરી હતી. ઘટનાની ખબર મળતાની સાથે જ બોઇંગ 737 ને અગાઉ હંગેરિયન યુદ્ધ વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. પ્લેન આખરે એથેન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અલગ વિસ્તારમાં લેન્ડ થયું હતું, જે લગભગ 2.5 કલાક મોડું થયું હતું.
ક્રૂ મેમ્બર સહિત 190 લોકો વિમાનમાં સવાર હતા
ગ્રીક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ક્રૂ મેમ્બર સહિત 190 લોકો વિમાનમાં સવાર હતા. યાત્રીઓ બાદ વિમાનની તપાસ કરવામાં આવી છે. ઝીણવટભરી તપાસ બાદ જ એરક્રાફ્ટને આગળ ઉડવાની મંજૂરી આપવામાં આવશે.