SURAT

દિલ્હી મુંબઇ રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ માટેના 10 લાખના વાયર ચોરાયા

સુરતઃ (Surat) દિલ્હીથી મુંબઈ (Mumbai) સુધી રેલવે લાઈનના (Railway Line) અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાખવાનું કામ ચાલું છે. તેના કામ માટે રૂપિયા 10 લાખના વાયર સચીન પલસાણા ફ્લાય ઓવર બ્રિજની (Flyover Bridge) ઉમા કોલ્ડ સ્ટોરેજથી થોડે દૂર ઉન ખાડી પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતાં. જે ચોરાઇ જતાં આ બનાવ અંગે સચજે માટેના 10 લાખના વાયરની સચીન પલસાણા ફલાય ઓવર બ્રિજ પાસે ઉમા કોલ્ડ સ્ટોરેજ થી આગળ ઉન ખાડીના નાકે ખુલ્લી જગ્યામાંથી ચોરી થયાની ફરિયાદ સચીન પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ કરવામાં આવી છે.

  • દિલ્હી મુંબઇ રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ માટેના 10 લાખના વાયર ચોરાયા
  • 2000 મીટર વાયર ઉન ખાડી પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતાં

સિંગણપોર રોડ પર અશોકનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય અનંતકુમાર ગુણવંતભાઇ આંબલિયા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમણે સચીન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમણે ભારત સરકારના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન (WDFCC) નામની કંપની પાસેથી એલએન્ડટી કંપનીએ દિલ્હીથી મુંબઇ સુધી રેલ્વે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાંખવાનો કોન્ટ્રાકટ રાખ્યો છે.

જેનો લેબર વર્કથી અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનો સબ કોનટ્રાકટ તેમની પાસે છે. તેમણે ચાર ડ્રમો માં આશરે 2 હજાર મીટર કેબલ જેની કિંમત રૂપિયા 10 લાખ રૂપિયા લાખ થાય છે તે ગઇ તારીખ 7ની રોજ રાત્રે સચીન પલસાણા ફલાય ઓવર બ્રિજ પાસે ઉમા કોલ્ડ સ્ટોરેજ થી આગળ ઉન ખાડીના નાકે ખુલ્લી જગ્યામાં રાખ્યા હતા તે કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયા હતા. સચીન પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ચૌટાબજારમાં સાડીની દુકાનમાં વકરાના રોકડ ૧૫.૧૬ લાખની ચોરી
સુરતઃ શહેરના ચૌટાબજાર વિસ્તારમાં આવેલી સાડીની દુકાનમાં ગઈકાલે રાત્રે તસ્કરે આવીને ધંધાના વકરાના રૂપિયા ૧૫.૧૬ લાખની ચોરી કરી હતી. તસ્કરે સીસીટીવીના વાયરો કટ કરી ડીવીઆર પણ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ઉધના ખાતે ઠાકોરપાર્ક સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય પ્રકાશચંન્દ્ર ભુરાલાલ મેડતવાલ ચૌટાબજારમાં મહાવીર ફેર પ્રાઇસ ક્લોથ શોપ નામની સાડીની દુકાન ધરાવે છે. ગઇ તારીખ ૧૭ જાન્યુઆરીએ રાત્રે આશરે સાડા આઠ વાગે સુમારે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાને આવ્યા ત્યારે દુકાન ખોલી જોતાં જેમા દુકાનનો સરસામાન વેરવિખેર હાલતમાં હતો. તેમજ ટેબલના ડ્રોઅર પણ ખુલ્લું હતું. દુકાનમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરાનો ડી.વી.આર. પણ ગાયબ હતો. તેના વાયરો તેમજ તેની પીનો તૂટેલી હાલતમાં નીચે પડેલી હતી.

દુકાનના ધાબા ઉપર જઇને જોતાં લાકડાના દરવાજાનો તથા લોખંડની જાળીએ લગાવેલું લોક તૂટેલી હાલતમાં પડેલું હતું. લોખંડની જાળી સાથે ગાંઠો વાળું દોરડું બાંધેલી હાલતમાં હતું. તેમને દુકાનમાં ચોરી થયાની શંકા જતા દુકાનના કાઉન્ટરના ડ્રોઅરો તથા ટુલનું ટેબલ ચેક કરતાં વકરાના મૂકેલા આશરે રોકડા ૧૫.૧૬ લાખ રૂપિયા તથા સીસીટીવીનું ડીવીઆર મળીને કુલ ૧૫.૨૦ લાખની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા અઠવા પોલીસે આવીને ચોરીનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top