- સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો: ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
અમદાવાદ: ભચાઉ નજીક ભૂકંપનો (Earthquake in Bhachau) આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ છે. આજે સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઉત્તરાખંડના ઉત્તરાકાશીની ઉપરથી આપદા હટવાનું નામ નથી લઇ રહી.
ગત ગુરુવાર- શુક્રવારની રાત્રે 2.12 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા હતી. શુક્રવારે રિએક્ટર સ્કેલ મેપ પર ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતું. જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર છે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો કચાંક વધુ નુકશાન ના પહોંચાડે. જોશીમઠની જમીન પહેલાથી જ ધરતીમાં દબાઇ રહી છે. સૂંઘસારાના કારણે 760 ઘરો એવા ચિહિત કરવામાં આવ્યા છે, જેમાં આંશિક રીતે કે ગંભીર રીતે તિરાડો પડી ગઇ છે.
આ અગાઉ 5 ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિલોમીટર દૂર ઉત્તરી વિભાગમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે તેથી ત્યાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. પરંતુ 5 ડિસેમ્બરે આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિ.મી ઉંડાઈએ ઉદભવ્યો હતો, તેથી આ ભૂકંપને ગંભીર ગણવામાં આવ્યો હતો. વર્ષોથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. તેથી લોકોમાં ગભરાત જોવા મળે છે.
બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ અગાઉ 10 ડિસેમ્બરે બનાસરકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 4.30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 20 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. અચાનક જ ધરા ધ્રુજી જતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા.
વલસાડમાં ભૂકંપના આંચકો અનુભવાયા
1 ડિસેમ્બરે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વલસાડમાં 3.3 તીવ્રતાની સાથે ઉપરાઉપરી બેવાર ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ડર પ્રસરી ગયો હતો. લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા. આ પહેલા પણ નવસારી જિલ્લામાં 15 દિવસમાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાય ગયા હતા.