અમદાવાદ- અમદાવાદ (Ahmedabad) મેટ્રો (Metro) ફેસ-૧નું સમયપત્રક, જે હાલ સવારે ૯થી રાત્રે ૮ વાગ્યા સુધીનું છે, ત્યારે વિદ્યાર્થીઓ (Student) તથા નોકરિયાતોને સવલત રહે એ ધ્યાને લેતાં ગુજરાત મેટ્રો રેલ દ્વારા તા.૩૦-૦૧-૨૦૨૩ના રોજથી અમલમાં આવે એ રીતે હાલના ૯થી ૮ની સમયમર્યાદા વધારીને સવારે ૭થી રાત્રે ૧૦ સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કર્યો છે. હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર ૧૮ મિનીટે અને ઉત્તર-દક્ષિણમાં દર ૨૫ મિનીટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર ૧૫ મિનીટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલી છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદમાં મેટ્રો રેલની સમયમર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી કરાઈ
By
Posted on