વડોદરા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે તળાવોના બ્યુટીફિકેશન કરવામાં આવ્યા.જોકે પાલિકા તંત્ર દ્વારા તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં નહીં આવતા આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે તળાવમાં રહેતા જળચર જીવોને પણ જોખમ હોવાની સાથે આસપાસના લોકોને દુષિતમય વાતાવરણ વચ્ચે રહેવાની ફરજ પડી છે. વડોદરા શહેરમાં વિવિધ તળાવના બ્યુટીફિકેશન કર્યા બાદ તેની જાળવણી નો અભાવ જોવા મળ્યો છે જેના કારણે અગાઉ તળાવમાં રહેતા જળચર જીવોના મોત થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા ? જો કે જે બાદ પણ તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના બાપોદ તળાવ વાડીમાં મહાદેવ તળાવ અને દંતેશ્વર તળાવમાં ગંદકીની ભરમાર જોવા મળી છે.કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રના પાપે અનેક સમસ્યાઓ ઉદભવી છે.પરંતુ તેનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા જમીન પર રહેતા લોકોની સાથે સાથે હવે તળાવમાં રહેતા જળચર જીવોને પણ જોખમ ઊભું થયું છે.આ તળાવમાં ગંદકીને કારણે વાતાવરણ દૂષિતમય બન્યું છે જેથી તળાવની આસપાસ રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ પહેલા પણ માછલીઓ કાચબાઓના મોત બાદ જે તે વિસ્તારના સ્થાનિક લોકો સહિત શહેરના સામાજિક કાર્યકરોએ પણ આ બાબતે તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે તેમ છતાં જે સે થેની નીતિ અપનાવવા ટેવાયેલું તંત્ર માત્રને માત્ર ખાતમુહૂર્ત કરવામાં જ માની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.