આજે બજારમાં ખરીદી કરનારાઓએ છેતરપીંડીથી જાગૃત અને સાવધાન રહેવું પડશે. છેતરપીંડી ડગલે ને પગલે થતી હોય છે. બેંકો સાથે છેતરપીંડીના કિસ્સા રોજ અખબારના પાને વાંચવા મળે છે. નીતિ-અનીતીની વાત હવે ભૂતકાળ બની ગઇ છે. હરામ કા માલ યા કમાણી કિસકો પચેગી એ આપણે સાંભળીયે છે. છેતરનારને ઇશ્વર અલ્લાહનો ડર હવે રહ્યો નથી. બિચારા મૌલવીઓ સાધુ સંતોની વાતો એક કાનથી સાંભળી બીજા કાનથી નિકાલી દે છે. ખેડૂતો મજદૂરો કારીગરો તથા આમજનતા ગરીબોની પસીનાની કમાણી ઠગો ઠગી જાય છે. એનાથી વધુ દુ:ખદની બાબત કઇ છે? ધર્મ, સચ્ચાઇ પ્રમાણિકતા નીતિ, ઇમાન એ જ સાચું સુખ આપશે. ‘પૈસો મારો પરમેશ્વરં માં માનનારા જયારે ઇશ્વર અલ્લાહના ગેબની લાકડીનો સ્વાદ ચાખશે ત્યારે તૌબા કરશે. પ્રભુ પાસે દયાની ભીખ માગશે. ગાંધી બાપુ માનતા હતા. ‘ઇશ્વર અલ્લાહ તેરો ના નામ, સબકો સન્મતી દે ભગવાન.’
સુરત – મોહસીન એસ. તારવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરતનું ગૌરવ
જેની મુખ્ય શાખા સુરતમાં સ્થિત છે તેવી અને જેને મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્કનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે તેવી ધ સુરત પીપલ્સ કો – ઓ. બેન્ક લિ. એ રૂ.૧,૦૦, ૦૦, ૦૦, ૦૦, ૦૦૦/- ( રૂપિયા દસ હજાર કરોડ ) થી વધુનો બિઝનેસ અંકે કર્યોં છે. આ કોઈ જેવી તેવી સિદ્ધિ નથી. તે માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત કર્મચારીઓની મહેનત રંગ લાવી છે. અને ગ્રાહકોને કેમ ભૂલાય, જેમના સહકાર વગર આવી સિદ્ધિ મેળવવી અશક્ય રહે. સૌથી અગત્યની વાત તે આ બેન્ક અને તેની મુખ્ય શાખા સુરતમાં છે જે આપણા સુરત શહેર માટે અત્યંત ગૌરવપ્રદ ગણાય. સાચે જ સુરત પીપલ્સ કો – ઓ. બેન્ક લિ. એ સુરત શહેરનું ગૌરવ છે અને દરેક શહેરવાસીઓ તે માટે અભિમાનનો અનુભવ કરી
શકે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.