ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના મંગણાદ ગામમાં રખડું શ્વાનના (Street Dog Bite 5 Kid) આતંકથી લોકોમાં ભય છવાઈ ગયો છે. અહીં આવેલી સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટરના કામદારોની વસાહતમાં આજે રખડું શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે એક રખડું શ્વાન હડકાયું થતા ગ્રામજનોમાં ડર ફેલાઈ ગયો છે. આ શ્વાન કરડવા માટે ગ્રામજનો પાછળ દોડી રહ્યો હોય ગ્રામજનો ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાળકો તેમજ વાહનો ઉપર જતા ગ્રામજનોની પાછળ શ્વાન દોડી બચકાં ભરતું હોય લોકોમાં ભયનો માહોલ છે.
જંબુસરના મંગણાદ ગામ પાસે આવેલી સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ મજૂરોની વસાહતમાં આ હડકાયું શ્વાન આજે ઘુસી ગયું હતું અને 5થી વધારે નાના બાળકોને કરડ્યો હતો. કૂતરું કરડી જતા નાના બાળકોને મોંઢા, કમર, પગ અને હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ગ્રામજનોએ ભેગા થઈ માંડ માંડ શ્વાનના આતંકથી આ બાળકોને બચાવ્યા હતા.
ઇજાગ્રસ્ત પાંચ બાળકોને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સાગમટે 5 બાળકોને શ્વાને બચકાં ભરી લેતા કામદારોમાં ગભરાટ સાથે ચિંતા ફેલાઈ ગઈ છે. શ્વાનનો ભોગ બનેલા બાળકોના માતા-પિતાએ કંપની કોન્ટ્રાકટરને ઘટનાની જાણ કરી હતી. કંપની હેડ દ્વારા જીવદયા સંસ્થા તથા ગામ પંચાયત વહીવટી તંત્રને રજુઆત કરી હડકાયા શ્વાનથી ગ્રામજનોને છુટકારો અપાવવા માંગ કરી છે.
વાંકાનેડા ગામે બાર વર્ષ નો બાળક પતંગ ચગાવતા જતા ૫ માળેથી નીચે પટકાતા કરુણ મોત
પલસાણા: પલસાણાના વાંકાનેડા ગામે શિવશક્તિ કેમ્પલેક્ષમાં રહેતા મદનસીંગ રાજપુતનો 12 વર્ષીય પુત્ર ગોવીંદ પતંગ ચગાવવા માટે પોતાની બિલ્ડીંગના ધાબા પર ગયો હતો. જ્યાં તેની બિલ્ડીંગના ધાબાને તાળું મારેલું હોવાથી તે નીચે ઉતરી બાજુની બિલ્ડીંગના ધાબા પર જઈ ત્યાંથી તાળું મારેલા તેની બિલ્ડીંગના ધાબા પર જવા માટે બંને બિલ્ડીંગની વચ્ચે આવેલા ઓટીએ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક પાંચમા માળેથી નીચે પટકાયો હતો. તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાળક અકસ્માતે થયેલા મોતને લઇ પરીવારને ઘેરો આઘાત લાગ્યો હતો. આ બનાવ અંગે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.