વિતેલાં વર્ષોના મહાન અદાકાર દિલીપકુમારનું જન્મ શતાબ્દી વર્ષમાં ગીતકાર અને સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન્ન જોશીએ ભૂતકાળમાં એક પ્રસંગ ટાંકયો હતો. જયારે તેઓ સીનેમા અને ટીવીની જાહેરાતો પણ કરતા હતા ત્યારે એક જાહેરાતમાં નિવૃત્તિના આરે પહોંચેલા દિલીપકુમારને લેવાને ઇરાદે તેમનો સંપર્ક કર્યો હતો ત્યારે દિલીપકુમાર હેમ ઇસ્તીહારો કે લીયે નહિં બને હૈ કહી ઇન્કાર કરેલો. બાહુબલી ફ્રેઇમ પ્રભાસે પણ કોઇ પણ પ્રકારની જાહેરાતમાં કામ કરવા ઇન્કાર કરેલો. કેજીએફ ચેપ્ટર-2ના કારણે મશહુર થયેલા અદાકાર યશે ગુટખા પાનમસાલાની જાહેરખબરમાં કામ કરવાની સાત કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી હતી.
આ જ રીતે ફિલ્મ પુષ્પા ફેઇમ અલ્લુ અર્જુને પણ દારૂની જાહેરખબરમાં કામ કરવાની રૂપિયા 10 કરોડની ઓફર માટે ના પાડી હતી. નવોદિત કલાકાર કાર્તિક આર્યને પણ આવી જાહેરખબરમાં કામ કરવાની ના પાડી ઉમદા દાખલો બેસાડયો છે. આની સામે આપણા બોલીવુડના મોટા ગજાના અને કરોડોની કમાણી કરતા અદાકારો ગુટખા-પાનમસાલા જે દેશના યૌવનધનને બરબાદ કરી રહ્યું છે તેનો જાહેરખબરમાં જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન, અજય દેવગન, સૈફ અલી ખાન, અક્ષયકુમાર ઉપરાંત લાખો દર્શકોના દિલ પર રાજ કરનાર અમિતાભ બચ્ચન પણ આવી જાહેરખબરમાં કામ કરે છે.
લોકોએ કોને વખાણવા અને કોને વખોડવા? દારૂ, ગુટખા, પાનમસાલા બાદ હવે મોબાઇલ ફોનમાં જુગારની જાહેરખબરોનો રાફડો ફાટયો છે તેમાં ઋત્વિક રોશન ઉપરાંત હિંદી ગુજરાતી ફિલ્મ ટી.વી.ના ઘણા બધા અદાકારો બિન્દાસ્ત જુગાર રમવા લલચાવી રહ્યા છે. યુરોપની કોકા કોલાઆયોજીત મોટી ફૂટબોલની ટુર્નામેન્ટનો પ્રેસ કોન્ફરન્સમાં મહાન ફૂટબોલ રોનાલ્ડોએ સ્ટેજ પર મૂકેલી કોકા કોલાની બોટલ ખસેડી કહ્યું હતું ડ્રીન્ક વોટર.
સુરત – રશ્મિ દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.