નવી દિલ્હી : શનિવારે ભારત (India) અને શ્રીલંકા (Shrilanka) વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી ગણાતી નિર્ણાયક મેચ રમાઈ રહી છે.આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2022માં ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ફરી એકવાર તેની વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. સૂર્યા કુમાર યાદવે 51 બોલમાં 112 રનની મદદથી શ્રીલંકા સામે પહાડ જેવો સ્કોર મૂકી દીધો હતો.અને કુલ 228 રનોનો ટાર્ગેટ આપીને શ્રીલંકાની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. અંતીમ અને નિર્ણાયક ગણાતી આ મેચ રાજકોટના (Rajkot) ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી.આ મેચ રાજકોટના ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી.
ક્રિકેટ સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે પણ સદી ફટકારી
ચાહકોને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી જે અપેક્ષા હતી તે ફળીભૂત થઇ હતી .શ્રેણીમાં હાઈ વોલ્ટેજ વેરિયેશન જોવા મળ્યાં હતા. જોકે આ સિરીઝમાં દરેક મેચમાં ઉત્તેજના ચરમસીમાએ પહોંચી હતી. ઘણા અનિચ્છનીય રેકોર્ડ્સ બન્યા અને અંતે ભારતે શ્રેણી જીતી ગઈ હતી. તે પણ ધમાકેદાર રીતે… ટીમ ઈન્ડિયાએ શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. આ જીતની સફરમાં ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે પણ સદી ફટકારીને તમામ ચાહકોનું મનોરંજન કર્યું હતું.
ભારત 14 વર્ષથી ઘરઆંગણે અજેય
ટીમ ઈન્ડિયાએ છેલ્લા 14 વર્ષમાં શ્રીલંકા સામે કુલ છ સીરીઝ રમી છે અને તેમાંથી પાંચ સીરીઝ જીતી છે. માત્ર એક જ વાર શ્રીલંકા સીરીઝ ડ્રો પર સીલ કરવામાં સફળ રહી હતી. જો કે છેલ્લી મેચમાં શ્રીલંકાએ જે રીતે પ્રદર્શન કર્યું હતું તેનાથી મોમેન્ટમ દેખાઈ રહ્યું હતું, પરંતુ રાજકોટ પહોંચતા જ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું હતું. સૂર્યકુમાર યાદવ આ બદલાયેલા ચિત્રથી ચિંતિત હતા. સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ એકલા હાથે ચેમ્પિયનની જેમ રમતા શ્રીલંકાને પોતાના માથે ચઢાવી દીધું.
ઇશાન-હાર્દિકની નિષ્ફળતા છતાં ભારત જીત્યું
જો કે આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. પરંતુ આ જાદુઈ આંકડાઓ ભારતીય બેટિંગમાં સતત દેખાતી નબળાઈઓને છુપાવવા જઈ રહ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે પણ આ સિરીઝમાં બેટથી અસર છોડી શક્યો નથી. તેણે 3 મેચની 3 ઇનિંગ્સમાં માત્ર 45 રન બનાવ્યા હતા. તે જ સમયે ઓપનર ઈશાન કિશનનું બેટ પણ શાંત રહ્યું. તેણે આ શ્રેણીમાં માત્ર 40 રન જ ઉમેર્યા હતા. આ બંને ખેલાડીઓને ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમના સૌથી મજબૂત ખેલાડીઓ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં આખી શ્રેણીમાં આ બંનેની નિષ્ફળતા બિલકુલ સારી નિશાની નથી.